રામોલમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસને સામે ફિલ્મી ડ્રામા બુટલેગર અને તેના પરિવારે કર્યો

પોલીસ મને ખોટી રીતે પકડી જાય છે તેમ કહીને બુમો મારવાનું શરુ કર્યું હતું
બુટલેગર અને તેની માતા અને પત્ની વિરુદ્ધ પણ ગુનો નોંધાયો
અમદાવાદ રામોલ વિસ્તારમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસને કડવો અનુભવ થયો, વર્ષ ૨૦૨૨માં દારૂના જત્થા સાથે એક આરોપીની ધરપકડ રામોલ પોલીસે કરી હતી અને તેણે જ ફરીથી દારૂનો ધંધો શરુ કરી દીધો હોવાથી પોલીસ તેને પકડવા માટે ગઈ હતીએ જ્યાં રામોલ પોલીસને કડવો અનુભવ થયો હતો.
રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ફરિયાદ નોંધાવી છે કે આજથી થોડા વર્ષ અગાઉ દારૂના જથ્થા સાથે વકાર સૈયદ નામના આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી હતી અને આજ આરોપીએ ફરીથી દારૂનો ધંધો શરુ કર્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે તેની ધરપકડ કરવા માટે રામોલ જનતાનગર તળાવ પાસે તેના ઘરે પોલીસ પોહચી હતી. અને પોલીસને જોતા જ આરોપી વકાર સૈયદે જોર જોરથી બુમો પાડવાનું શરુ કરી દીધું હતું અને જેથી વકારની પત્ની અને તેની માતા વચ્ચે પડ્યા હતા અને પોલીસને ઝપાઝપા પણ કરી હતી જેથી રામોલ પોલીસે બુટલેગરની ધરપકડ કરીને તેની પત્ની અને માતા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.