નિકોલમાં જીજાજીએ 16 વર્ષીય સાળી સાથે બિભત્સ માંગણી કરીને છેડતી કરી

સગીરાને જબરદસ્તી પલંગ પર સુવડાવી શારિરીક સંબંધ બાંધવા પણ પ્રયાસ કર્યો હતો
સગીરા ન્હાવા જાય ત્યારે પણ નગ્ન હાલતમાં જોવા પ્રયાસ કરતો હતો
અમદાવાદ નિકોલમાં 16 વર્ષની સગીરાની તેની મોટી બહેનના ઘરે ગઇ હતી ત્યારે જીજાજીએ અવારનવાર સાળી સાથે બિભત્સ માંગણીઓ કરી હતી. તેમજ ખરાબ નજરથી જોતો હતો. આટલું જ નહિ સગીરા જ્યારે ન્હાવા જાય ત્યારે પણ જીજાજી તેને નગ્ન જોવા માટે પ્રયાસ કરતો હતો. તેમજ શખ્સે સાળીની છેડતી કરીને માંગણીઓ કરતો હતો. તેમજ શખ્સે સગીરાને જબરદસ્તી પલંગ પર સુવડાવી શારિરીક સંબંધ બાંધવા પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ સગીરા છટકીને ભાગી ગઇ હતી. આ અંગે સગીરાના પિતાએ જમાઇ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નિકોલમાં 20 વર્ષીય રેખા પટેલ ( નામો બદલેલ છે ) પરિવાર સાથે રહે છે. ત્યારે સાસરિયાઓ તેને ત્રાસ આપતા હોવાનું તેને માતા-પિતાને જણાવ્યુ હતુ. ત્યારે માતા-પિતાએ પરિણીતાની 16 વર્ષીય બહેન જાનકી પટેલને તેના ઘરે સમગ્ર હકીકત જાણવા રહેવા માટે મોકલી હતી. ત્યારે જાનકીને બહેનનો પતિ રાકેશ અવારનવાર ગંદી નજરથી જોતો હતો. ત્યારે જીજાજીએ સાળી સાથે મિત્રતા કેળવીને તેની સાથે બિભત્સ માંગણીઓ કરવા લાગ્યો હતો. આટલું જ નહિ સગીરાની એકલતાનો લાભ લઇને તેને શારિરીક અડપલા કરીને છેડતી કરતો હતો. તેમજ સગીરા બાથરૂમમાં ન્હાવા જાય ત્યારે તેને નગ્ન જોવાનો પ્રયાસ કરતો હતો. ઉપરાંત સગીરાને પલંગ પર સુવડાવી શારિરીક સંબંધ બાંધવા પણ પ્રયાસ કર્યા હતા. જીજાજીએ સાળીને આ બાબતે કોઇને કહીશ તો તારી મોટી બહેનને ત્રાસ આપીને મારઝુડ કરીશ તેવી ધમકી આપી હતી. પરંતુ સગીરા ઘરે આવીને રડતી હતી જેથી માતાએ પૂછતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે પિતાએ જમાઇ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.