આરોગ્ય વિભાગને “સ્માર્ટ રેફરલ એપ ” ની પહેલ માટે નેશનલ હેલ્થ કેર એવોર્ડ એનાયત! અમદાવાદ સિવિલ મેડીસીટીની ત્રણ સંસ્થાઓને ચાર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત થયા

આરોગ્ય કમિશનર શાહમિના હુસેને સ્માર્ટ રેફરલ એપની પહેલ માટે “નેશનલ હેલ્થ કેર” એવોર્ડ સ્વીકાર્યો
•સિવિલ હોસ્પિટલને હેલ્થકેર લીડરશીપ એવોર્ડ
•યુ.એન. મહેતા હોસ્પિટને લીડિંગ કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને હેલ્થ કેર પ્રોફેશનલ્સ એક્સલન્સ એવોર્ડ•
•શ્રેષ્ઠ ડેન્ટલ કેર માટે ડેન્ટલ હોસ્પિટલને એક્સલન્સ એવોર્ડ

નેશનલ હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ -૨૦૨૩ અંતર્ગત દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ સિવિલ મેડીસીટીની ત્રણ સંસ્થાઓને ચાર હેલ્થ કેર એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત થયા છે.
વધુંમા આરોગ્ય વિભાગને સ્માર્ટ રેફરલ એપ વિકસાવવાની પહેલ બદલ નેશનલ હેલ્થ કેર એવોર્ડ પ્રાપ્ત થયો છે. આરોગ્ય કમિશનર શાહમિના હુસેન એ ન્યુ. દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીને આરોગ્ય સેવા-સુવિધાઓમા અનેકવિધ નવીનતમ પહેલ માટે હેલ્થકેર લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટને લીડિંગ કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને હેલ્થ કેર પ્રોફેશનલ્સ એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ આ બંને એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા.
મેડિસિટીની ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને શ્રેષ્ઠ ડેન્ટલ કેર માટે એવોર્ડ પ્રાપ્ત થયો હતો . ડેન્ટલ કોલેજના ડીન ડૉ. ગિરીશ પરમારને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ આ તમામ ઇન્સ્ટિટ્યૂટ અને હોસ્પિટલ તેમજ સમગ્ર આરોગ્ય વિભાગને તેમની શ્રેષ્ઠતમ સેવા, સારવાર અને સુવિધાઓ અને કર્તવ્યનિષ્ઠા બદલ થયેલ આ બહુમાનને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી.