વિધર્મી યુવકો નામ બદલી પ્રેમજાળમાં ફસાવી કુકર્મ આચર્યું

0
વિધર્મી યુવકો નામ બદલી પ્રેમજાળમાં ફસાવી કુકર્મ આચર્યું
Views: 193
0 0
Spread the love
Read Time:4 Minute, 12 Second

અમદાવાદમાં લવજેહાદની બે ઘટનાઓથી ખળભળાટ

ઈસનપુર પોલીસે બંને ઘટનાઓમાં બંને વિધર્મીઓની ધરપકડ કરી

સરકાર લવ જેહાદ સામે અનેક વખત કડક પગલાં લેવાની વાતો કરે છે પરંતુ આવી ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક જ દિવસમાં બે લવ જેહાદની ઘટનાઓ સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઈલિયાસ નામના વિધર્મી યુવકે યશ નામથી ઓળખ આપીને 16 વર્ષની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી.છેલ્લા 15 દિવસમાં સગીરા સાથે બળજબરીપૂર્વક 4 વખત શારીરિક સબંધ બાંધ્યા હોવાનું ખૂલ્યું છે .આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિતની કલમો લગાડીને તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે બીજા કેસમાં ઈસનપુર વિસ્તારમાં વધુ એક વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચરીને તેની સાથે મારઝૂડ કરી હતી. આ મામલે પણ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી.

ઈસનપુર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા એક દુકાનમાં ત્રણ મહિનાથી નોકરી કરતી હતી. આ દુકાનમાં સુનિલ અને ઈલિયાસ નામના બે યુવકો માલિક છે. જેમાં ઈલિયાસે યશ નામ જણાવીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. અને ત્યાર બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને જ્યારે યુવકનું અસલી નામ ઈલિયાસ હોવાની જાણ થઈ ત્યારે તેને આ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. જેથી માતાએ ઈસપુર પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને સમગ્ર હકકત જણાવી ઈલિયાસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ જ્યારે આ મામલાની તપાસ કરતી હતી. તે જ દરમિયાન વધુ એક લવજેહાદની ઘટના સામે આવી હતી. મણિનગર વિસ્તારમાં રહેતી એક છોકરી CAનો અભ્યાસ કરે છે. આ છોકરી જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે તેની સાથે તાઝિમ નામનો વિધર્મી યુવક ભણતો હતો. આ યુવક અને હિન્દુ યુવતી સાથે મિત્રતા થઈ હતી. આ વિધર્મી યુવક સ્કૂલમાં પણ યુવતીને હેરાન કરતો હતો. જેની અનેક વખત યુવતીએ સ્કૂલમાં ફરિયાદ કરી હતી. જેથી સ્કૂલ દ્વારા આ તાજિમ નામના યુવકને સ્કૂલમાંથી રસ્ટીકેટ કરી દીધો હતો. પરંતુ ત્યાર બાદ આ વિધર્મી યુવક વધારે પડતો બેફામ બન્યો હતો અને યુવતીને હેરાન કરવા માંડ્યો હતો. તેણે આ યુવતીને ધાકધમકી આપીને જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. તેને મળવા બોલાવીને તેની પાસેથી ફોન પણ લઈ લીધો હતો. ત્યાર બાદ યુવતીને તેણે માર માર્યો હતો. એક વખત યુવતીને યુવકને ઈસનપુર બોલાવીને પોતાના માતા પિતાને પણ બોલાવ્યા હતાં. જ્યાં આ વિધર્મીએ યુવતીના માતા પિતાને પણ માર માર્યો હતો.ઘટના બનતાં જ લોકોના ટોળા ઉભરાયા હતાં અને વિધર્મી યુવકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઈસનપુર પોલીસ આ સમયે ઉપરોક્ત લવજેહાદ અંગે તપાસ કરતી હતી. ત્યારે આ બનાવ બનતાં પોલીસ પણ યુવકને છોડાવા માટે પહોંચી હતી. પરંતુ વિફરેલા ટોળાએ પોલીસને પણ ટપલીદાવ કર્યો હોવાનો વીડિયો હાલમાં ફરતો થયો છે. પોલીસે આ ઘટનામાં પણ યુવકની ધરપકડ કરીને દુષ્કર્મ, જાતિય સતામણી સહિતની કલમો લગાડીને ગુનો નોંધી યુવકની ધરપકડ કરી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »