મળતીયાઓને ફાયદો અને આદિવાસીઓ હકથી વંચિત! ૫૭ હજારથી વધુ અરજીઓ નામંજૂર

• ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી થઈ રહી છે ત્યાં ગરીબ આદિવાસીઓ તેમને મળનારા અધિકાર થી વંચિત.
• ૯૧૧૮૩ આદિવાસીઓ ને જંગલ જમીન અધિકાર થી વંચિત રખાયા, અરજી કરનારા ૪૯.૮% આદિવાસીઓ ને લાભ નહિ મળે.
• ૫૭૦૫૪ અરજીઓ ને નામંજૂર કરવા માં આવી, ૩૪૧૨૯ આદિવાસીઓ ના જંગલ જમીન અધિકાર ની અરજીઓ ઉપર કોઈ નિર્ણય નહીં.
• અલગ અલગ કાયદા લાવી ને જંગલ ની જમીન ભાજપ સરકાર પોતાના મળતિયાઓને આપી શકે પણ ગરીબ આદિવાસીઓ ને તેમનો અધિકાર નહિ?
• નામંજુર થયેલ અરજીઓ ઉપર ફેર વિચારણા થવી જોઈએ, પેન્ડીંગ અરજીઓ ઉપર ત્વરીત નિર્ણય થાય તેવી માંગ.
• ૧૬૦૦૦ હેક્ટર થી વધુ જંગલ ની જમીન બિન જંગલ ઉપયોગ માં આપી દેવા માં આવી..
દેશમાં ૯મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે પણ શું આદિવાસીઓના હક છીંવીને ઉજવણી થાય. વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી થઈ રહી હોય ત્યાં આદિવાસી ભાઈઓ બહેનો ને જંગલ જમીન ના અધિકાર થી વંચિત રાખવા માં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યુપીએ સરકાર આદિવાસીઓ માટે જંગલ જમીન અધિકાર કાયદો લાવી અને ગરીબ આદિવાસીઓ ને જમીન મળે તે માટે ની વ્યવસ્થા ઊભી કરવા માં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહે આજે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, રાજ્યસભામાં તા. ૮-૨-૨૦૨૩ના રોજ અપાયેલ વિગત મુજબ ગુજરાત રાજ્ય ના ૯૧,૧૮૩ આદિવાસીઓ ને જંગલ જમીન અધિકાર થી વંચિત રખાયા છે. જંગલ જમીન કાયદા હેઠળ અરજી કરનારમાંથી ૪૯.૮ % આદિવાસી ભાઈઓ-બહેનો તેમના લાભથી વંચિત. ગુજરાત રાજ્ય ના ૫૭૦૫૪ આદિવાસીઓ ની જંગલ જમીન ના અધિકાર ની અરજીઓ ને નામંજૂર કરવા માં આવી છે. ૩૪,૧૨૯ અરજીઓ પેન્ડિંગ હાલત માં છે, હજી તે ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી.
ભાજપ દ્વારા આદિવાસીઓ માટે મોટી મોટી જાહેરાતો થાય છે, જ્યારે ગરીબ વંચિત આદિવાસીઓ ને અધિકારો આપવાની વાત હોય ત્યારે તે આદિવાસીઓ ને લાભ થી વંચિત રાખવા માં આવે છે. ગુજરાત રાજ્ય ની ૧૬૦૦૦ હેક્ટર થી પણ વધારે જમીન ને બિન જંગલ ઉપયોગ માં લેવા માં આવી છે. અલગ અલગ કાયદા લાવી ને ગરીબ આદિવાસીઓ ની જમીન છીનવી ને પોતાના ના મળતીયાઓ ને લાભ માટે નું વ્યવસ્થા તંત્ર થઈ ગયું હોય તેમ છે. લોકડાઉન માં ગરીબ આદિવાસીઓ ઉપર જમીન ના મુદ્દે બળજબરી કરતા તંત્ર ને આપણે સહુ એ જોયું છે. તંત્ર અને સરકાર ને આદિવાસીઓ ની જમીન ને ઉદ્યોગો અને કોર્પોરેટ ને આપતા જોયા છે. અંબાજી થી ઉમરગામ ના ગરીબ આદિવાસીઓ એ પોતાના ના હક્ક ની લડાઈ લડવા માટે રોડ ઉપર ઉતરવું પડે છે.
ગુજરાત ના ગરીબ આદિવાસી સમાજ ની જંગલ જમીન અધિકાર ની નામંજૂર અરજીઓ ઉપર ફેર વિચારણા સરકાર એ કરવી જોઈએ. જંગલ જમીન અધિકાર ની પેંડિંગ અરજીઓ પર ત્વરિત નિર્ણય થાય તેવી સરકાર સમક્ષ માંગ કરીએ છીએ.
જંગલ જમીન અધિકારથી વંચિત રખાયેલ આદિવાસીઓ – ૯૧૧૮૩
જંગલ જમીનના અધિકારની આદિવાસીઓની નામંજુર કરેલ અરજીઓ – ૫૭૦૫૪
જંગલ જમીનના અધિકારની આદિવાસીઓની પેન્ડીંગ અરજીઓ – ૩૪૧૨૯