અમદાવાદ પોલીસમાં 51 પી.આઈ ની બદલીઓ, હજી કેટલા બાકી, કોની ટ્રાન્સફર ક્યાં જાણો


અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા એક મહિના સુધી બારીકીથી નિરીક્ષણ કરી અને પોલીસ ઇન્સ્પેકટરના રેકોર્ડસ અને તમામ એન્યુઅલ રિપોર્ટ કાર્ડ મેળવી આખરે 51 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓનો આદેશ કરી દીધો છે.
બદલીઓ જાહેર કરતા પહેલા પોલીસ કમિશ્નર દ્વારા તેમની કડક અને શિસ્ત અનુશાસનની છબી અનુરૂપ તમામ પોલીસ સ્ટેશનનું બારીકીથી નિરીક્ષણ કર્યું અને 150 પોલીસ ઇન્સ્પેક્ટરની સ્ટ્રેનથ માંથી ત્રીજા ભાગના 28 જેટલા લિવરીઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટરની શહેરમાં અલગ અલગ નિમણૂક કરી. જેમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું કે કયા ઇન્સપેક્ટર એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી એકજ સ્થાને ચોંટી ગયા છે.
જાણો પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓમાં કોનું કોનું નામ


મલિક સાહેબ હવે કોનો વારો પાડશે
રાજ્યમાં અત્યારે બદલીની મોસમ યથાવત જોવા મળી રહી છે. ગૃહ વિભાગમાં આઈપીએસ અધિકારી બાદ અમદાવાદમાં એક ઝાટકે 51 પોલીસ ઈન્સ્પેક્ટરોની વહીવટી કારણોસર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે બદલીના આદેશ કર્યા છે. જો કે, આ બદલીના આદેશથી અમદાવાદ પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ જાગી છે. કે, મલિક સાહેબ હવે કોનો વારો પાડશે.
સુત્રોનું માનીએ તો હજી તો માત્ર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક સાહેબે માત્ર શરૂઆત કરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં જે પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર નિષ્ફળ નીવડ્યા છે તેઓની પણ હવે બદલીઓ જાહેર થાય તેવી શક્યતાઓ છે.