શું છે જી.એસ.મલિક સાહેબનો પ્લાન “B”! પોલીસબેડામાં હડકંપ

0
શું છે જી.એસ.મલિક સાહેબનો પ્લાન “B”! પોલીસબેડામાં હડકંપ
Views: 529
0 0
Spread the love
Read Time:5 Minute, 2 Second

પોલીસની ક્રોસ રેડમાં 19 જુગારીયા ઝડપ્યા

સરખેજ ઝોન-7માં આવતું હોવા છતાં ઝોન-2એ રેડ પાડી

શહેરના પોલીસ કમિશ્નર તરીકે શિવાનંદ ઝા હતાં ત્યારે ક્રોસ રેડ થઈ હતી અને હવે જી.એસ મલિક આવતાં ફરીવાર ક્રોસ રેડ થઈ

દરિયાપુર મનપસંદ જીમખાના બાદ શહેરમાં બીજુ મોટું જુગારધામ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું

જુગારધામ પર જુગારબંધીનો કડક અમલ કરવા માટે અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ. મલિક દ્વારા તેમનો પ્લાન “B”  પોલીસની ક્રોસ રેડ થતાં જુગારીયાઓમાં હડકંપ મચી ગયો છે. શહેરમાં સરખેજ પોલીસ સ્ટેશન ઝોન-7 પોલીસના વિસ્તારમાં આવતું હોવા છતાં ઝોન-2ની પોલીસે રેડ કરીને 19 જુગારીયાઓની ધરપકડ કરી છે. આ રેડ થવાથી સરખેજ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. આ જુગારધામમાંથી બાર જેટલી પત્તાની કેટ મળી આવી છે તેમજ ત્યાં મોબાઈલથી જુગાર રમાડાતો હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે જુગારધામ પર રેડ કરીને 3.87 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલતા મનપસંદ જીમખાના જેવું જ બીજુ જુગારધામ પકડાતાં સરખેજ પોલીસ અને જુગારીયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. 

પ્લાન “B” થી પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ 

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે જ્યારે શીવાનંદ ઝા હતાં ત્યારે પણ આવી ક્રોસ રેડ કરીને જુગારધામ પકડવામાં આવ્યું હતું. ત્યાર બાદ શહેરમાં જી.એસ. મલિક પોલીસ કમિશ્નર તરીકે નિમાતા ફરીવાર ક્રોસ રેડ થતાં પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઝોન-2 એલસીબીએ પોલિસ કમિશ્નરના આદેશથી શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિઓ નાબુદ કરવા માટે સક્રિયતા દાખવી હતી. તેમને મળેલી સૂચના પ્રમાણે સરખેજ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીકમાં આવેલ બિલાલ સોસાયટીમાં ઈકબાલ ઘાંચી તેના મળતીયા માણસોને બેસાડીને જુગાર રમાડે છે અને હાલમાં આ જુગારધામ ચાલુ છે. 

સરખેજ પોલીસ અને જુગારીયાઓમાં હડકંપ મચ્યો

પોલીસે સરખેજ વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં જઈને જે મકાનમાં જુગારધામ ચાલતુ હતું ત્યાં રેડ કરી હતી. આ રેડ કરતાં જ મકાનમાં 19 જુગારીયાઓ જુગાર રમતાં હતાં. પોલીસને ત્યાં જડતી લેતાં રોકડ રકમ, મોબાઈલ, પત્તાની 12 કેટ, પ્લાસ્ટિક કોઈન વગેરે હાથ લાગ્યું હતું. પોલીસે આ 19 જુગારીયાઓને પકડીને તેમની સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જુગારધામ ચલાવવા માટે રૂપિયા એક લાખનો હપ્તો
સુત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, આ જુગારધામ ચલાવવા માટે એક લાખથી વધુનો હપ્તો પહોંચાડવામાં આવતો હતો. શહેરમાં મનપસંદ બાદ આ બીજુ મોટુ જુગારધામ પોલીસની રેડમાં બહાર આવતાં સરખેજ પોલીસ અને જુગારીયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. 


કોણ કોણ ઝડપાયું
1. ઇકબાલભાઈ મુસાભાઈ ઘાંચીવોરા
2. રિયાઝ ઇકબાલ ઉમડિયા
3. યાસીન અલ્લારાખ્ખા જિવાણી
4. ઉમરભાઈ ઇસુબભાઈ મીણાપરા
5. શાનાજી કાંતિજી ઠાકોર
6. ઇકબાલ ગનીભાઈ કુરેશી
7. સીરાજ નૂરમહંમદભાઈ વોરા
8. મહમ્મદહુસેન ઇબ્રાહિમભાઈ વોરા
9. હનીફખાન ઉમરખાન બેલીમ
10. સફીઅહમદ નઝિરઅહમદ કુરેશી
11. મહમ્મદવફાતી સુબરાતીભાઈ મન્સૂરી
12. મહમ્મદહનીફ ઈદુખાન શેખ
13. અબ્દુલગની કાદરભાઈ શેખ
14. મુસ્તુભાઈ પ્યારભાઈ મોમીન
15. આસીફ ઇનુશભાઈ ફુલધારા
16. મેહમૂદભાઈ ગુલામનબી શેખ
17. ફરીદભાઈ હાજીભાઈ વોરા
18. ઘનશ્યામભાઈ ભવાનીશંકર પંડ્યા
19. રેમાનભાઈ હાસીમભાઈ ફુલધારા


વોન્ટેડ આરોપી
ઇરફાન મુસાભાઈ ઘાંચીવોરા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »