સુરત:૦૨, ફેબ્રુઆરી,૨૦૨૬
સુરતના ચોક બજાર વિસ્તારમાં ચાલી રહેલી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની ટનલિંગ કામગીરી દરમિયાન TBM (ટનલ બોરિંગ મશીન)ના તીવ્ર વાઈબ્રેશનથી 4 રહેણાંક બિલ્ડિંગોમાં ગંભીર તિરાડો પડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે. અસરગ્રસ્ત બે મુખ્ય બિલ્ડિંગો – રંગીલદાસ અને હિબા પેલેસ – ના 8 પરિવારો સહિત 40થી વધુ લોકોને તાત્કાલિક સુરક્ષા માટે મેરિયટ હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો:
ચોક વિસ્તારમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચેના વિસ્તારમાંથી ટનલ પસાર કરવામાં આવી રહી છે. TBM હાલ હિબા પેલેસની 12 મીટર ઊંડાઈથી પસાર થઈ રહ્યું છે અને ટનલ એન્ડ્રુયસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે. નજીકના બક્ષી બંગલામાં પણ તિરાડો જણાયા હોવાથી મેટ્રોએ તેની મરામત કરી છે. બાકીના બે બિલ્ડિંગોમાં ટેકા મારીને મજબૂતાઈ વધારવામાં આવી છે.તાત્કાલિક પગલાં અને મોનિટરિંગ બિલ્ડિંગોમાં સ્મીસ્મોગ્રાફ સહિત અદ્યતન યંત્રો મૂકી 24 કલાક મોનિટરિંગ ચાલુ.હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ ગ્રાઉટિંગથી જમીનને મજબૂત કરાઈ રહી છે.જમીન, ટનલ અને સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇંજેક્શન આપીને સુરક્ષા વધારાઈ છે.
GMRC એન્જિનિયર સાર્થક શાહે જણાવ્યું, “પેનિક થવા જેવું કંઈ નથી. તમામ ટેકનોલોજી અને મશીનરીથી કામ ચાલી રહ્યું છે.” દર કલાકે CMO-PMOને અપડેટ આપવામાં આવે છે, જ્યારે મોડી રાત સુધી એન્જિનિયર્સ સ્થળે હાજર રહ્યા.નિષ્ણાતોની તપાસશનિવારે GMRC અધિકારીઓ સાથે ઇટલી, કોરિયા, ઇન્ડોનેશિયાના એક્સપર્ટ અને SVNITના અતુલ દેસાઇએ ફિલ્ડ વિઝિટ કરી. તેમણે વધુ સાવચેતીના સૂચનો આપ્યા, જે અમલમાં મુકાયા છે. પાલિકાએ આ બિલ્ડિંગોને શનિવારે જ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની નોટિસ આપી હતી.
