અમદાવાદ કસ્ટમ્સની મોટી કાર્યવાહી! દુબઈથી આવતા સ્મગ્લર પાસેથી ₹96 લાખનું 600+ ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત, અંડરવેરમાં છુપાવ્યું હતું

અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026 (The Mobiles News):
ગુજરાતમાં સોનાના સ્મગલિંગ રોકવા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે કસ્ટમ્સ વિભાગ દ્વારા વિશેષ વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU), અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓને પેસેન્જર પ્રોફાઇલિંગ અને માહિતીના આધારે સ્પાઇસજેટ ફ્લાઇટ નં. SG-016થી 8 ફેબ્રુઆરી 2026ના રોજ દુબઈથી અમદાવાદ પહોંચેલા એક પુરુષ પાસેન્જરને ISTS આઇએસટીએસ એરપોર્ટ પર પકડી લીધો હતો.
અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ના અધિકારીઓએ પાસેન્જર પ્રોફાઇલિંગ પર આધારિત માહિતીના આધારે દુબઈથી અમદાવાદ આવતા એક પુરુષ પેસેન્જર પાસેથી 601.940 ગ્રામ વજનનું 24 કેરેટ શુદ્ધ સોનું જપ્ત કર્યું છે. આ સોનાનું કુલ બજાર મૂલ્ય ₹96,06,962 જેટલું થાય છે.
સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG-016થી 8 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ આવેલા આ પેસેન્જરને ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યો હતો. તપાસમાં તેના પોકેટ પર્સમાં છુપાવેલ બે સોનાના બાર અને એક કટાયેલા સોનાના બાર મળ્યા, જેનું વજન 324.140 ગ્રામ અને શુદ્ધતા 999.0 (24 કેરેટ) છે. આનું મૂલ્ય ₹51,73,274 જેટલું છે. આગળની તપાસમાં પાસેન્જરના અંડરવેરમાં સોનાના પેસ્ટ ફોર્મમાં છુપાવેલું સોનું મળ્યું, જેનું વજન 277.800 ગ્રામ અને શુદ્ધતા 999.0 (24 કેરેટ) છે. આનું મૂલ્ય ₹44,33,688 થાય છે.કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમો હેઠળ આ કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું કે, આવી દુબઈ જેવા માર્ગો પરથી વારંવાર થતી છે અને તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. જપ્તી કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમો હેઠળ કરવામાં આવી છે. પેસેન્જર સામે કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસમાં આંતરરાષ્ટ્રીય સ્મગ્લિંગ નેટવર્કનું રેકેટ પણ ખુલ્લું પડવાની શક્યતા છે.આ જપ્તીથી ગુજરાતમાં સોનાની કાળા બજાર પર અસર પડે તેવું માનવામાં આવે છે.
