એરપોર્ટ પર મુસાફરી દરમ્યાન સોનું છુપાવ્યું? તમારી રાહ જોઈ રહ્યા છે– સોનાની જપ્તી, લાખોનો દંડ કે જેલ! જાણો શું છે નિયમો, અમદાવાદ કસ્ટમ્સની મોટી ચેતવણી

અમદાવાદ: 9 ફેબ્રુઆરી, 2026
દેશમાં સોનાની દાણચોરી અને ગેરકાયદેસર આયાતના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ માહોલમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર ભારતીય કસ્ટમ્સે આંતરરાષ્ટ્રીય મુસાફરોને સ્પષ્ટ ચેતવણી જારી કરી: “તમારી સામાનની મર્યાદા જાણો, નહીં તો કડક કાર્યવાહીનો સામનો કરો! ” ઘણા મુસાફરો નિયમોની અજ્ઞાનતાને કારણે ફસાય છે – જપ્તી, ભારે દંડ કે ધરપકડ સુધી પહોંચી જાય છે. તમે પણ દુબઈ, બેંગકોક કે યુરોપથી પરત ફરો છો? આ પૂરી લિસ્ટ વાંચીને તૈયાર થઈ જાઓ!
ગ્રીન કે રેડ ચેનલ: એક ખોટી પસંદગી જીવન બદલી નાખે!
ગ્રીન ચેનલ: જો તમારી પાસે કોઈ ડ્યુટીપાત્ર અથવા પ્રતિબંધિત વસ્તુ ન હોય, તો સીધું બહાર નીકળો – કોઈ તપાસ નહીં.
રેડ ચેનલ: ડ્યુટી માલ, સોનું કે અન્ય વસ્તુઓ હોય તો કસ્ટમ્સ ડિક્લેરેશન ફોર્મ ભરી જાહેર કરો. ન જાહેર કર્યું તો તે ગુનો ગણાશે – માલ જપ્ત, લાખોનો દંડ અને કોર્ટ કેસ!
ડ્યુટી-ફ્રી ભથ્થાની સંપૂર્ણ મર્યાદાઓ – કોઈ છૂટ નહીં!
<ભારતીય પાસપોર્ટ ધારકો, PIO અને માન્ય વિઝા વિદેશી (પ્રવાસી સિવાય): ₹75,000 સુધીના સામાન અને વ્યક્તિગત વસ્તુઓ ફ્રી – વધુ પર 35% મૂળભૂત ડ્યુટી.
વિદેશી પ્રવાસી: માત્ર ₹25,000 સુધી – તે પણ 35% ડ્યુટી સાથે વધુ પર.
ક્રૂ મેમ્બર્સ: ₹2,500 સુધીની નાની ભેટ જ માન્ય.
લેપટોપ: 18 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો એક નવું લેપટોપ ડ્યુટી-ફ્રી લાવી શકે.
વાણિજ્યિક જથ્થા? કોઈ મફત ભથ્થો નહીં – સીધી જપ્તી અને દંડ!
સોના નિયમો: ઘણા ફસાય છે અહીં!
મહિલા મુસાફરો (1 વર્ષથી વધુ વિદેશ પછી પરત): 40 ગ્રામ સુધીના ઘરેણાં ફ્રી.
અન્ય મુસાફરો: માત્ર 20 ગ્રામ.
6 મહિનાથી વધુ વિદેશમાં રહેલા: 1 કિલોગ્રામ સુધી (6% રાહત ડ્યુટી ચૂકવી).
અન્ય કોઈપણ: 36% ભારે ડ્યુટી – છુપાવ્યું તો જપ્ત!
અન્ય મહત્વની મર્યાદાઓ અને પ્રતિબંધો
દારૂ: દરેક મુસાફર દીઠ માત્ર 2 લિટર ડ્યુટી-ફ્રી.
ચલણ: ભારતીય મુદ્રા ₹25,000 સુધી; વિદેશી મુદ્રા મર્યાદા વટાવી તો જરૂર જાહેર કરો.
ઇલેક્ટ્રોનિક્સ: LCD/LED TV જેવા વાપરવા માટે લાવો તો પણ ડ્યુટી લાગે.
સખત પ્રતિબંધિત વસ્તુઓ:
હથિયારો, માદક દ્રવ્યો.
નકલી માલ, વન્યજીવન ઉત્પાદનો.
મંજૂરી વિના ડ્રોન.
અશ્લીલ સામગ્રી.
કસ્ટમ્સની ટોપ સલાહ:
અજ્ઞાનતા બહાનું નથી! અધિકારીઓ કહે છે, “જ્યારે શંકા હોય, ત્યારે જાહેર કરો!” તાજેતરમાં SVPI પર 20g વધારાના સોના સાથે એક મુસાફરને લાખોનો દંડ થયો. તમારી પાછલી ટ્રિપમાં આ નિયમો તોડ્યા?
કોમેન્ટમાં વાત કરો. વધુ માહિતી માટે CBIC વેબસાઇટ જુઓ અને એરપોર્ટ પર ડિસ્પ્લે બોર્ડ તપાસો.
