
અમદાવાદ, ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) હોસ્પિટલમાં ડાયલિસિસ કન્ઝ્યુમેબલ્સની કરોડોની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પગલે ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેના પગલે ફફડી ગયેલા હોસ્પિટલના કેટલાક અધિકારીઓ અને મોટા સપ્લાયરો બચવા માટે ગાંધીનગર ખાતે નેતાઓ અને સનદી અધિકારીઓની કચેરીઓમાં દોડી ગયા હોવાનું સૂત્રો જણાવે છે. આ અંગે નો એક વીડિયો પણ વાયરલ થયો હોવાનું સૂત્રો જણાવે છે. જેમાં સપ્લાયરો આરોગ્ય વિભાગ ભવનમાં દોડાદોડી કરતા જોવા મળ્યા છે, જે તપાસના તેડાને દર્શાવે છે.
Viral video
નામાંકિત કીડની હોસ્પિટલ દ્વારા સંચાલિત GDP ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામમાં કન્ઝ્યુમેબલની ખરીદી ભ્રષ્ટાચારના આક્ષેપો ઉચ્ચસ્તરે થયા છે. જેથી આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વિપુલ વસાવાએ તપાસનો દોર સંભાળ્યો છે. શનિવારે તેમણે અને તેમની ટીમે GDP સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી અને કર્મચારીઓની સઘન પૂછપરછ બાદ ખરીદીને લગતા દસ્તાવેજો કબજે કર્યાનું સૂત્રો જણાવે છે.
જેથી કીડની હોસ્પિટલના કેટલાક અધિકારીઓ અને મોટા સપ્લાયરોના પગ નીચેની જમીન સરકી ગઈ છે. સૂત્રો જણાવે છે કે હવે તપાસથી બચવા આ અધિકારીઓ અને કર્મચારીઓ અને સપ્લાયરો હવાતિયા મારી રહ્યા છે. જેના ભાગ રૂપે તેઓ ગાંધીનગર દોડી ગયા હતા અને રાજકીય નેતાઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને મળી પોતાનો બચાવ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.
https://themobilesnews.com/14742-2/કીડની હોસ્પિટલના કરોડોના ખરીદી કૌભાંડ ની તપાસમાં નવા નામ ખુલશે.
મહત્વની વાત તો એ છે કે, આ અધિકારીઓ અને સપ્લાયરો આરોગ્ય વિભાગમાં આંટાફેરા કરી રહ્યા નો એક વીડિયો પણ આરોગ્ય સંકુલમાં વહેતો થયો છે. જો કે અધિકારીઓ અને સ્પ્લાયરો વીડિયો અંગે તેમનો સ્વ બચાવ કરતા આરોગ્ય વિભાગની મુલાકાત ને રૂટિન મુલાકાતમાં ખપાવવાનો પ્રયત્ન કરતા હોવાનું સૂત્રો જણાવે છે.
તપાસ કમિટીના નજીકના વર્તુળો જણાવે છે કે, કીડની હોસ્પિટલના GDP પ્રોગ્રામ સંદર્ભે કન્ઝ્યુમેબલની ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ગઈ છે. જેના પગલે ડેપ્યુટી સેક્રેટરી તપાસ હાથ ધરી છે. આ અગાઉ પણ 2025 માં એક તપાસ કમિટી નિમાઈ હતી. પરંતુ એ તપાસ અધકચરી થઈ હોવાના આક્ષેપો થયા હતા. જેમાં નાના કર્મચારીઓના નિવેદનો લીધા વગર જ તેમને બરખાસ્ત કરી દેવાયા હતા. હવે નવેસરથી શરૂ થયેલી તપાસમાં આ તમામના નિવેદનો ટૂંક સમયમાં લેવામાં આવશે એમ સૂત્રો જણાવે છે. તદુપરાંત કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતા વિવાદિત ઉચ્ચ અધિકારીની પણ ટૂંક સમયમાં પૂછપરછ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ અધિકારીએ કીડની હોસ્પિટલમાં યોગ્ય ટેન્ડર પ્રોસેસ કર્યા વિના જ એસી મેન્ટેન્શન્સ, આર મેન્ટેનન્સ, લોન્ડ્રી અને કેન્ટિન ના કોન્ટ્રાક્ટમાં પણ શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાની જાણકારી તપાસ કમિટીને મળી છે. જેથી આગામી દિવસોમાં તેની પણ સઘન તપાસ કરવામાં આવશે એમ આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.
