કઠલાલ કિન્નર વિવાદ: અમદાવાદ કિન્નર સમાજનો તીવ્ર વિરોધ
અમદાવાદ: 09/020/2026
ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલ આંતરિક વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજે જાહેર વિરોધ દર્શાવ્યો છે. માતાજીની પૂજા-અર્ચના અને ગરબા કરીને તેઓએ કઠલાલના કિન્નરો પર લગાવાયેલા આક્ષેપોને ‘પાયા વિના’ ગણાવીને તેમને સખત શબ્દોમાં નકાર્યા છે.

કઠલાલમાં તાજેતર થયેલા વિવાદમાં કઠલાલની કિન્નર આરતી નાયક દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને અમદાવાદના કિન્નર અગ્રણી કામીની દે કિન્નર અને કિન્નર અખાડાએ સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. તેઓએ કહ્યું કે આ આક્ષેપો આધારહીન છે અને સમગ્ર મામલો ચરમસીમાએ પહોંચી ગયો છે.
વિરોધ પ્રદર્શન અને ચેતવણી
અમદાવાદમાં એકઠા થયેલા કિન્નરોએ પત્રકારો સમક્ષ ખુલાસો કર્યો. કામીની દે કિન્નરે કહ્યું કે કઠલાલના બનાવોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. સમાજે ચેતવણી આપી કે વિવાદનું યોગ્ય સમાધાન ન થાય તો માનહાનીની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
ઉપસ્થિત મહાનુભાવો
આ પ્રસંગે કિન્નર અખાડાના મહામંડલેશ્વર, કામીની દે કિન્નર, કોહિનૂર દે કિન્નર, સુનિતા દે કિન્નર તથા વિવિધ અખાડાઓના કિન્નરો એકઠા થયા હતા.
