
અમદાવાદ: 10 ફેબ્રુઆરી 2026:
ગુજરાતના સુરત અને અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા ત્રણ દિવસમાં મોટી ડ્રગ્સ હેરાફેરીના કેસો પકડાયા છે. કસ્ટમ વિભાગે હાઇબ્રિડ ગાંજા અને હેરોઈનના જથ્થા જપ્ત કરીને અનેક પેસેન્જરોની ધરપકડ કરી છે.
સુરત એરપોર્ટ: હાઇબ્રિડ ગાંજાના 3 કેસ
- છેલ્લા ત્રણ દિવસમાં 3 કેસ થયા, 7 પેસેન્જરો અટકાયા.
- કુલ ₹14.60 કરોડનો હાઇબ્રિડ ગાંજો જપ્ત.
- 7 અને 8 ફેબ્રુઆરીએ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં 8 પેકેટ (₹2.80 કરોડ + ₹3.80 કરોડ) સીટની નીચે બિનવારસી છુપાવ્યા.
અમદાવાદ એરપોર્ટ: ₹35 કરોડની હેરોઈન
- 10 ફેબ્રુઆરીએ મલેશિયા (વાયા કુઆલાલંપુર)થી એર એશિયા ફ્લાઈટ પર ચેન્નઈના કુતુબ શિયાઉદ્દીન પાસેથી 6.80 કિલો હેરોઈન જપ્ત.
- 29 પેકેટ હર્બલ સાબુ (મસાજ પાર્લર વાળા)ના રૂપમાં બેગમાં છુપાવ્યા; મોટી માત્રા પર શંકા.
- મૂલ્ય ₹5 કરોડ/કિલો – કુલ ₹35 કરોડ.
- ચેન્નઈ ડ્રગ્સ માફિયા માટે કામ; પહેલાં હૈદરાબાદ-ચેન્નઈમાં સ્મગ્લિંગ. મલેશિયામાં ડિલિવરી લઈ, અહીં રિસીવરનો ફોટો-મોબાઈલ કોન્ટેક્ટ મળ્યો.
- પ્લાન: એરપોર્ટ બહાર ડિલિવરી પછી રોડથી ચેન્નઈ.
અન્ય મહત્વની વિગતો
- અગાઉ ₹12 કરોડના ગોલ્ડ સ્મગ્લિંગમાં 7 ધરપકડ (એરપોર્ટ હોટલ સહિત).
- ચેન્નઈ ગેંગ અમદાવાદને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યો.
- કસ્ટમ-DRI સહિત સેન્ટ્રલ એજન્સીઓ અલર્ટ.
By Himanshu Soniyavora
