વર્ષ 2025 ને પૂર્ણ થવામાં થોડા જ દિવસો બાકી રહ્યા છે. જોકે આ વર્ષ દરમિયાન દેશને હચમચાવી દેનારી અનેક ઘટનાઓ બની, જેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ. આ બધી ઘટનાઓ દેશમાં અનેક સદીઓ સુધી યાદ રહેશે. પ્રયાગરાજમાં મહાકુંભની નાસભાગ, પહલગામમાં થયેલ આતંકવાદી હુમલો હોય કે પછી ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશની ઘટના દરેકમાં મોટી જાનહાનિ થઈ છે. તો ચાલો વિગતવાર જાણીએ 2025 દરમિયાન બનેલી આ બધી અત્યંત દુઃખદ ઘટનાઓ વિશે જેણે દેશને હચમચાવી દીધા.
મહાકુંભમાં બનેલી નાસભાગની ઘટના
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજવામાં આવેલ મહાકુંભ મેળામાં ૨૮-૨૯ જાન્યુઆરીની રાત્રે નાસભાગની ઘટના બની હતી. નદીએ સ્નાન કરવા જવાના માર્ગમાં લોકોની મોટી ભીડ જમા થઈ જતાં મોટી ભીડ થઈ જાય નાસભાગની ઘટના બની હતી અને સંપૂર્ણ પરિસરમાં હોબાળો મચી ગયો હતો. અહેવાલ મુજબ આ ઘટનામાં ઓછામાં ઓછા ૩૦ લોકોના મોતની પુષ્ટિ થઈ, જ્યારે ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘટનાની શું અસરો થઈ: આ નાસભાગે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા દરમિયાન પ્રશાસનના ભીડ-વ્યવસ્થાપ પર પ્રશ્નો ઊભા કર્યા અને તેમ થયેલી ગંભીર ખામીઓ ઉજાગર કરી, જેનાથી યાત્રાળુઓની સલામતી અંગે ચિંતા ઉભી થઈ હતી. આ ઘટના પર સુનાવણી થઈ હતી જેમાં ન્યાયાધીશ હર્ષ કુમારના નેતૃત્વમાં ન્યાયિક તપાસનો આદેશ આપવામાં આવ્યો. જોકે, ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પણ તે અંગે કોઈ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી.
પહલગામ આતંકવાદી હુમલો
કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સંપૂર્ણ દેશના લોકોમાં દુઃખ સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો. અહેવાલ મુજબ પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓએ કાશ્મીરના કેટલાક સ્થાનિકોની સાથે મળીને અહીં આવેલા પર્યટકોનો ધર્મ પૂછીને તેમને ગોળી મારી હતી. ૨૨ એપ્રિલે, આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક પોની ઓપરેટર સહિત છવીસ લોકો માર્યા ગયા અને લગભગ ૨૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. આ હુમલા સામે ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી જવાબ આપ્યો હતો. જેમાં ભારતે ઑપરેશન સિંદૂર ચલાવ્યું હતું અને પાક.ના અનેક આર્મી અને આતંકવાદી બેઝ પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર કટોકટીની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.Share:
પહલગામ આતંકવાદી હુમલો
કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સંપૂર્ણ દેશના લોકોમાં દુઃખ સાથે આક્રોશ પણ જોવા મળ્યો હતો. અહેવાલ મુજબ પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓએ કાશ્મીરના કેટલાક સ્થાનિકોની સાથે મળીને અહીં આવેલા પર્યટકોનો ધર્મ પૂછીને તેમને ગોળી મારી હતી. ૨૨ એપ્રિલે, આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક પોની ઓપરેટર સહિત છવીસ લોકો માર્યા ગયા અને લગભગ ૨૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ આપવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. આ હુમલા સામે ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી જવાબ આપ્યો હતો. જેમાં ભારતે ઑપરેશન સિંદૂર ચલાવ્યું હતું અને પાક.ના અનેક આર્મી અને આતંકવાદી બેઝ પર મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર કટોકટીની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.
RCBની વિક્ટરી પરેડમાં નાસભાગ
IPLના 18 વર્ષમાં પહેલી વખત રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુએ ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રૉફી મળી હતી. આ જીતની ઉજવણી કરવા ૪ જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જોકે ભીડ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ન થતાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા અને નાસભાગની ઘટના બની હતી, જેના પરિણામે 11 લોકો માર્યા ગયા અને લગભગ ૫૦ અન્ય ઘાયલ થયા. આ ઘટનાએ જાહેર ઉજવણી દરમિયાન ભીડ નિયંત્રણમાં મોટી ખામીઓને પ્રકાશિત કરી, જેનાથી કાર્યક્રમ આયોજન અને પોલીસ તૈયારીઓ પર પ્રશ્નો ઉભા થયા. આ ઘટનામાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ડૅપ્યુટી કમિશનર સ્તરની તપાસનો આદેશ આપ્યો.તેમ જ વિરાટ કોહલી જેવા મોટા નામો સામે પણ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી હતી. જોકે ડિસેમ્બર 2025 સુધી કોઈ અંતિમ અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી.Share:
RCBની વિક્ટરી પરેડમાં નાસભાગ
IPLના 18 વર્ષમાં પહેલી વખત રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુએ ક્રિકેટ ટુર્નામેન્ટની ટ્રૉફી મળી હતી. આ જીતની ઉજવણી કરવા ૪ જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક કાર્યક્રમ યોજ્યો હતો, જોકે ભીડ માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ન થતાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા અને નાસભાગની ઘટના બની હતી, જેના પરિણામે 11 લોકો માર્યા ગયા અને લગભગ ૫૦ અન્ય ઘાયલ થયા. આ ઘટનાએ જાહેર ઉજવણી દરમિયાન ભીડ નિયંત્રણમાં મોટી ખામીઓને પ્રકાશિત કરી, જેનાથી કાર્યક્રમ આયોજન અને પોલીસ તૈયારીઓ પર પ્રશ્નો ઉભા થયા. આ ઘટનામાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ડૅપ્યુટી કમિશનર સ્તરની તપાસનો આદેશ આપ્યો.તેમ જ વિરાટ કોહલી જેવા મોટા નામો સામે પણ કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી હતી. જોકે ડિસેમ્બર 2025 સુધી કોઈ અંતિમ અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી.
અમદાવાદનું ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ
12 જૂનના રોજ અમદાવાદ ઍરપોર્ટ પરથી ટેકઑફ થયાના થોડીવાર પછી જ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઈ ગઈ, જેમાં 242 લોકો સવાર હતા. ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતો બચી ગયો હતો અને બાકીના 241 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં આ ભારતની સૌથી ભયંકર પ્લેન ક્રૅશ દુર્ઘટનાઓમાંની એક હતી જેણે ઉડ્ડયન સલામતી અને વિમાન પ્રણાલીઓ અંગે વૈશ્વિક ચિંતાઓ ઉભી કરી. ક્રૅશના છ મહિના પછી, કોઈ અંતિમ તપાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી. જુલાઈમાં પ્રારંભિક તપાસમાં ટૅકઓફ પછી તરત જ ઇંધણ સ્વીચો `કટઑફ` થયું હોવાનું સામે આવ્યું આ મામલે હવે તપાસ હજી ચાલુ છે.Share:
અમદાવાદનું ઍર ઇન્ડિયા પ્લેન ક્રૅશ
12 જૂનના રોજ અમદાવાદ ઍરપોર્ટ પરથી ટેકઑફ થયાના થોડીવાર પછી જ લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઈ ગઈ, જેમાં 242 લોકો સવાર હતા. ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતો બચી ગયો હતો અને બાકીના 241 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં આ ભારતની સૌથી ભયંકર પ્લેન ક્રૅશ દુર્ઘટનાઓમાંની એક હતી જેણે ઉડ્ડયન સલામતી અને વિમાન પ્રણાલીઓ અંગે વૈશ્વિક ચિંતાઓ ઉભી કરી. ક્રૅશના છ મહિના પછી, કોઈ અંતિમ તપાસ અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી. જુલાઈમાં પ્રારંભિક તપાસમાં ટૅકઓફ પછી તરત જ ઇંધણ સ્વીચો `કટઑફ` થયું હોવાનું સામે આવ્યું આ મામલે હવે તપાસ હજી ચાલુ છે.
ગોવા નાઈટ ક્લબ આગ
2025 ના અંતિમ મહિના ડિસેમ્બરમાં ગોવાના આર્પોરામાં બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. આઆગ ઇલેક્ટ્રિક ફટાકડામાંઆ થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને ખરાબ વેન્ટિલેશનને કારણે વધુ ફેલાઈ હતી. આ ઘટનામાં 20 સ્ટાફ સભ્યો સહિત પચીસ લોકો મૃત્યુ પામ્યા, જેમાંથી મોટાભાગના ગુંગળામણને કારણે થયા હતા. ચાર સ્ટાફ સભ્યોની ધરપકડ કરવામાં આવી. ક્લબ માલિકોને થાઇલૅન્ડથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને તપાસ માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા, હવે તેમની તપાસ ચાલી રહી છે.Share:
ગોવા નાઈટ ક્લબ આગ
2025 ના અંતિમ મહિના ડિસેમ્બરમાં ગોવાના આર્પોરામાં બિર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. આઆગ ઇલેક્ટ્રિક ફટાકડામાંઆ થયેલા શોર્ટ સર્કિટને કારણે લાગી હતી અને ખરાબ વેન્ટિલેશનને કારણે વધુ ફેલાઈ હતી. આ ઘટનામાં 20 સ્ટાફ સભ્યો સહિત પચીસ લોકો મૃત્યુ પામ્યા, જેમાંથી મોટાભાગના ગુંગળામણને કારણે થયા હતા. ચાર સ્ટાફ સભ્યોની ધરપકડ કરવામાં આવી. ક્લબ માલિકોને થાઇલૅન્ડથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા અને તપાસ માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા, હવે તેમની તપાસ ચાલી રહી છે.
