અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના ડાયાલીસીસની જરૂરિયાતવાળા માટે રાહતના સમાચાર

અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના ડાયાલીસીસની જરૂરિયાતવાળા માટે રાહતના સમાચાર

0 0
Spread the love

Read Time:3 Minute, 39 Second
Views 🔥 અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના ડાયાલીસીસની જરૂરિયાતવાળા માટે રાહતના સમાચાર

સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ દ્વારા
ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરાઇ

મોબાઇલ ડાયાલિસિસ વાન’ ની સુવિધા માટે 6357376868  પર સંપર્ક કરી શકાશે

અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ડાયાલિસિસ વાન કારગર સાબિત થશે -ડૉ. વિનીત મિશ્રા

અમદાવાદ: કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પારખીને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ દ્વારા નવતર સુવિધા  હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસીસ વાન” સેવા શરૂ કરવામાં આવી છે.

મોબાઇલ ડાયાલિસિસ વાનની સુવિધા અમદાવાદની સાથે સાથે રાજ્યભરની અન્ય હોસ્પિટલોમાં દાખલ થનારા અને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
આ ‘મોબાઇલ ડાયાલિસિસ વાન’માં ડાયાલિસિસ યુનિટ, પોર્ટેબલ આર.ઓ. બુસ્ટર વોટર સિસ્ટમ, મલ્ટિ-પેરા મોનિટર, ડેફિબ્રિલેટોર, કન્સ્યુમબલ્સ ની આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ડાયાલિસિસ ઉપકરણોના  ૨ સેટ મુકવામાં આવશે.
જયારે એક હોસ્પિટલમાં દર્દીનું ડાયાલિસિસ કાર્યાન્વિત હોય અને તે દરમિયાન અન્ય કોઇ હોસ્પિટલમાંથી ડાયાલિસિસ જરૂરિયાત માટે કોલ આવી જાય ત્યારે બીજા સેટ મારફતે પણ સેવા કુશળતાપૂર્વક પુરી પાડી શકાશે.

આ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી  કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યુ છે કે, કોવિડ હોસ્પિટલોમાં કોવિડ પોઝિટિવ ડાયાલાલિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં વધારો થવાથી ડાયાલિસિસ સેન્ટર અને ત્યાંથી પાછા હોસ્પિટલમાં પરત જવાની મુશ્કેલીઓને રોકવા માટે ઘરઆંગણે દર્દીઓ અને હોસ્પિટલોને મદદ કરવા માટે નિઃશુલ્ક મોબાઇલ ડાયાલિસિસ વાન સેવા શરૂ કરવામાં આવી છે. જે ડાયાલિસીસીની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે કારગર નિવડશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત રાજ્યભરમાં આઈકેડીઆરસી દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રો પર દર મહિને આશરે ૫૦૦ કોવિડ દર્દીઓ ડાયાલિસિસ સેવાનો લાભ મેળવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના ડાયાલીસીસની જરૂરિયાતવાળા માટે રાહતના સમાચાર

“સિવિલ હોસ્પિટલના હેલ્થ કેર વર્કર્સ “સેવાના સુપર સ્પ્રેડર્સ” !!

અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના ડાયાલીસીસની જરૂરિયાતવાળા માટે રાહતના સમાચાર

કોરોનાગ્રસ્ત મહિલા આર્યુવેદિક ડોક્ટરે સકારાત્મક્તાના અમોઘ શસ્ત્રથી ૪ દિવસમાં જ કોરોનાને ઊભી પૂંછડીએ ભગાડ્યો

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.