રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો! દર 15 દિવસે ગેસના ભાવોની સમીક્ષા કરવામાં આવશે

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો! દર 15 દિવસે ગેસના ભાવોની સમીક્ષા કરવામાં આવશે

0 0
Spread the love

Read Time:2 Minute, 53 Second

એલપીજી ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે

દિલ્હી:  પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે. 
મધ્યમ અને ગરીબ વર્ગને મોટો ઝટકો
સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. 803થી વધી રૂ. 853 થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ  હાલ રૂ. 800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેેસ સિલિન્ડર માટે રૂ. 850 ચૂકવવા પડશે.

https://x.com/otvnews/status/1909201806359462039?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1909201806359462039%7Ctwgr%5E27bf336e5d9e5cb94f2c79fb35009cecf982aeff%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F67f3b145861689adb9987f4f

પેટ્રોલિયમ અને નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, એલપીજી ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર પણ એક્સાઈઝ ડ્યૂટી લીટરદીઠ રૂ. 2 વધારવામાં આવી છે. જો કેે, તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ OMCને આપવામાં આવ્યો છે. એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. 43000 કરોડનું વળતર આપવાનો છે. OMCને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.

અગાઉ બે વર્ષ ભાવ ઘટાડ્યા હતાં
કેન્દ્ર સરકારે આ ભાવ વધારા પહેલાં અગાઉ બે વર્ષ સુધી એલપીજી ગેસના ભાવોમાં ઘટાડો કર્યો હતો. ગત વર્ષે 9 માર્ચ, 2024ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કર્યો હતો. તે પહેલાં 30 ઓગસ્ટ, 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ રૂ. 200 સુધી ઘટાડ્યા હતા. ત્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 1103થી ઘટી 903 કરવામાં આવી હતી.  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ શું છે? જાણો કયા ગ્રેડના ખેલાડીને કેટલો પગાર અને કેવા લાભ મળે છે

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ શું છે? જાણો કયા ગ્રેડના ખેલાડીને કેટલો પગાર અને કેવા લાભ મળે છે

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.