દારૂડિયા પતિને છોડાવા મહિલાએ પોલીસકર્મીને લાફા જીંખ્યા, પોતાનું જીવ જેમણે બચાવ્યો એવા PSI ઉપર ખોટો લાંછન લગાડ્યો!
રીતેશ પરમાર(ક્રાઈમ રીપોર્ટર)
કહેવાય છે કે આ દુનિયામાં માણસાઈ મરી પરવારી છે, તે કહેવત અમદાવાદના એક PSI ઉપર સાચી પડી છે. એક સમયે ડિપ્રેસન નો શિકાર બનેલી એક વયોવૃદ્વ મહિલા આત્મહત્યા કરવા મજબુર બની ગઈ હતી. અને જયારે તે પોતાના જીવનથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહી હતી ત્યારે તેમના પાડોસમાં રહેતા અને તે સમયે અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બારોટે આ ત્રસ્ત મહિલાને આત્મહત્યા કરતા બચાવ્યા હતા.અને આવા પોલીસ અધિકારી સામે એજ મહિલાએ વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે PSI બારોટના ભાઈ કુલદીપ બારોટ સાથે થયેલ બોલાચાલી મામલે અદાવત રાખી PSI સામે લાંછન લગાડતી અરજી ડિસિપી ઝોન 5 અચલ ત્યાગી સમક્ષ કરી છે. તે કેટલી યોગ્ય છે અને એ અરજીમાં કેટલી સત્યતા છે, તે તપાસમાં બહાર આવશે. પરંતુ નવાઈ પમાડે એ વાત તો એ છે કે આક્ષેપ લગાડનાર મહિલાની ઉંમર 55 વર્ષની છે જયારે PSI બારોટ માત્ર 40 વર્ષના છે. આટલુંજ નહી પણ દારૂ પીને ધમાલ કરતા પતિને પોલીસ પકડવા આવી ત્યારે મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈને ઉપરા છાપરી લાફા મારી દીધા હતા. અને જોઈ લેવાની ધમકી તથા પોલીસકર્મીઓ ને ખુબજ ગંદી ગાળો બોલી કાયદાનો ઉલ્લંઘન કર્યો હતો. જેથી મહિલાના પતિ મુકેશ ગોહિલ ઉપર દારૂ પીધેલા નો કેસ કર્યો હતો. તથા પોલીસના કામમાં રુકાવટ પેદા કરી પોલીસને ગંદી ગાળો અને મારામારી કરવા બદલ મહિલા દક્ષાબેન મુકેશભાઈ ગોહિલ સામે 332,186,506,294,323, મુજબ ની ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી મહિલાની અટકાયત કરી હતી.
ગતરોજ અમદાવાદના ગોમતીપુર ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં બે પાડોશીઓ વચ્ચે રસ્તાની વચ્ચો વચ્ચ બાઈક પાર્ક કરવાનાં મુદ્દે બોલાચાલી થતા મામલો બીચક્યો હતો.
સમગ્ર ઘટના વિશે મળતી માહિતી અનુસાર અમદાવાદ ખાતેના ગોમતીપુર રાયપુર મીલ પાસેના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા એક PSI ના પરીવાર અને બાજુમાં રહેતા પાડોશી મુકેશ ગોહિલ વચ્ચે વાહન પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી. PSI બારોટના ભાઈ કુલદીપભાઈ ને કોઈ કામ અર્થે પોતાનું ફોર વ્હીલર વાહન લઈ જવાનુ હોવાથી તે સોસાયટીની બહાર નીકળતા હતા તે દરમ્યાન તેમના પાડોસમાં રહેતા મુકેશ ગોહિલ નામનો વ્યક્તિ રસ્તાની વચ્ચેજ પોતાનું બાઈક લઈને ઉભા હતા. જેથી કુલદીપભાઈ એ મુકેશભાઈને બાઈક રસ્તાની વચ્ચે થી હટાવી લેવા આગ્રહ કર્યો હતો.પરંતુ દારૂના નશામાં ધુત મુકેશભાઈ ગોહિલે કુલદીપભાઈ સાથે ગાળાગાળી કરી હતી, અને નફ્ફટ બનીને ધમકી આપી હતી કે, તારાથી જે થાય એ કરીલે પણ હું મારું બાઈક અહીંથી નહી હટાઉં. જેથી કુલદીપભાઈએ તાત્કાલિક કંટ્રોલ મેસેજ કરીને પોલીસ બોલાવી લીધી હતી.
ઘટના સ્થળે ગોમતીપુર પોલીસની મોબાઈલ આવી જતા મુકેશભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દારૂ પીધેલી હાલતમાં અને લથડીયા ખાતા મુકેશભાઈ ગોહિલે પોલીસને પણ ગાળો ભાંડી હતી. જેથી ગોમતીપુર પોલીસ મુકેશભાઈ ગોહિલને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજ પડી હતી. પોલીસ જયારે મુકેશભાઈ ગોહિલને પોલીસ સ્ટેશન લઈ જતી હતી ત્યારે તેમની પત્ની દક્ષાબેન ગોહિલ પોતાની એકટીવા પોલીસવાન ની આગળ ઉભી રાખી દઈને પોલીસને ભૂંડી ગાળો બોલવા લાગી ગયા હતા. પરંતુ પોલીસ તેમની કોઈ વાત માનવા તૈયાર નહી થતા દક્ષાબેન ગોહિલે સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવી પોલીસકર્મી દિપકભાઈને ઉપરાંછાપરી લાફા મારી દીધા હતા. જેથી પોલીસે દક્ષાબેન ગોહિલ સામે કાયદેસરની ફરીયાદ નોંધીને તેમની અટકાયત કરી હતી.
આ સમગ્ર ઘટના દરમ્યાન PSI બારોટ પોતાની ફરજ ઉપર હાજર હતા. આ ઘટનાથી તેમને કોઈ લેવા દેવા ન હોવા છતાં વયોવૃદ્ધ મહિલા દક્ષાબેન ગોહિલે ગોમતીપુર પોલીસ સ્ટેશને એક વિડીયો બનાવી મીડિયાનો ખોટો ઉપયોગ કરીને PSI બારોટ સામે ખોટા આક્ષેપ લગાવીને તેમને બદનામ કરવાની કોશિષ કરી હતી. અને ત્યારબાદ મીડિયા માધ્યમે સમાચાર વહેતા કરી PSI બારોટ અને તેમના પરીવાર ઉપર આક્ષેપો કરતી એક અરજી ડિસિપી ઝોન 5 અચલ ત્યાગી સાહેબને કરી હતી.જે એક તપાસનો વિષય છે.
55 વર્ષીય વયોવૃદ્ધ મહિલા દક્ષાબેન ગોહિલે PSI બારોટ સામે અરજી કરી છે કે PSI તેમની સામે ખરાબ નજર રાખે છે. તેમજ મહિલાને હોટલમાં મળવા બોલાવે છે, તેવા ગંભીર આક્ષેપો લગાડ્યા છે. હવે સવાલ એ થાય છે કે જો PSI બારોટ મહિલા સામે બદદાનત રાખતા હતા તો પછી મહિલાએ PSI સામે અગાઉ કેમ કોઈ ફરીયાદ નથી કરી? આ એક મોટો સવાલ છે. બીજીતરફ ડિપ્રેસનનું શિકાર બનેલી મહિલાનો જીવ બચાવનાર PSI બારોટ સામે અગાઉ કોઈપણ જિલ્લામાં છેડતી કે મહિલા સાથે ગેરવર્તણુકની કોઈ ફરીયાદ નથી. તેમ છતાં મહિલા પોતાના દારૂડિયા પતિ અને પોતે પોલીસ ઉપર કરેલા એસોલ્ટ માંથી બચવા PSI બારોટ અને તેમના પરિવારજનો ઉપર ખોટો આક્ષેપ કરી અરજી કરી હોવાનું ષડયંત્ર દેખાઈ આવી રહ્યું હોય તેવું સ્પષ્ટ થાય છે? તેમ છતાં મહિલાની અરજી અનુસંધાને ઝોન 5 ડિસિપી અચલ ત્યાગી સાહેબે તપાસ કરવાનાં આદેશ આપ્યા છે. હવે જોવાનું રહ્યું કે મહિલા દક્ષાબેન ગોહિલ કે જે પોતે હાલ પોલીસ સાથે મારામારી અને ગાળાગાળી કરવાનાં આરોપસર આરોપી બન્યા છે, તેમની અરજીમાં કેટલું સત્ય છુપાયેલું છે, તે પોલીસ તપાસમાં બહાર આવશે. પરંતુ સમગ્ર મામલે એક રાજ્યસેવક પોલીસ અધિકારીને બદનામ કરવાનો જે કારસો ઘડી કઢાયો છે, તેમાં PSI કસૂરવાર લોકો સામે કાયદેસરની ફરીયાદ કરી માનહાનીનો દાવો કરશે તેવું જાણવા મળ્યું છે.