આમોદ માં ૭૫ વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ! નરાધમને ખુલ્લો છોડવાની ભૂલ ભારે પડી

આમોદ માં ૭૫ વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ! નરાધમને ખુલ્લો છોડવાની ભૂલ ભારે પડી

0 0
Spread the love

Read Time:2 Minute, 24 Second

દોઢ વર્ષ પછી ફરીથી ૭૫ વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ

આ અગાઉ શૈલેષ રાઠોડે આ વૃદ્ધા પર દોઢ એક વર્ષ પહેલાં પણ આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું.

ભરૂચ: ગુજરાતમાં હજુ ૧૦ વર્ષની બાળકી પર કંપાવનારો દુષ્કર્મનો કિસ્સો લોકોના મગજમાંથી ગયો નથી. ત્યારે ભરૂચના આમોદનો અન્ય એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરુચના આમોદમાં ૩૫ વર્ષના યુવકે ૭૫ વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યુ છે. આ સમાચાર સામે આવતાની સાથે આખા પંથકમાં ચકચાર મચી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આરોપી શૈલેષ રાઠોડે ખેતરની વાડીમાં રહેતા વૃધ્ધા પર દુષ્કર્મ આચર્યું છે. આ બાબતે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતની ફરિયાદ નોંધાતા ભરૂચની એલસીબી તથા એસોજીની ટીમે શૈલેષ રાઠોડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ચોકાવનારી વાત એ છે કે, આ અગાઉ શૈલેષ રાઠોડે આ વૃદ્ધા પર દોઢ એક વર્ષ પહેલાં પણ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ આરોપી જામીન પર છૂટી જતાં ફરી વાર આ કૃત્યને અંજામ આપતા ખળભળાટ મચ્યો છે.

જંબુસરના ડીવાયએસપી, પી. એલ ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, આ કામના તોહમતદારે લગભગ દોઢ વર્ષ પહેલા આ ફરિયાદી બહેન પર જ દુષ્કર્મ આચર્યુ હતુ. જે મામલે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનામાં યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જામીન પર છૂટ્યો હતો. ત્યારે ફરીવાર તે બહેન સાથે દુષ્કર્મ કર્યુ છે. નોંધનીય છે કે, આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અલગ અલગ ટિમો બનાવી દુષ્કર્મીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
50 %
Angry
Angry
50 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

વીજ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો! જાણો હવે કેટલો ફ્યુંઅલ સરચાર્જ ચૂકવવો પડશે

વીજ ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો! જાણો હવે કેટલો ફ્યુંઅલ સરચાર્જ ચૂકવવો પડશે

અમદાવાદમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપી ઝડપાયા અન્ય ત્રણ આરોપીઓ પકડથી દૂર

અમદાવાદમાં ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપી ઝડપાયા અન્ય ત્રણ આરોપીઓ પકડથી દૂર

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.