પોરબંદર શહેરની વિવિધ  રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ ખાતેથી એક ડઝનથી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર ઝપ્ત કરાયા

પોરબંદર શહેરની વિવિધ  રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ ખાતેથી એક ડઝનથી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર ઝપ્ત કરાયા

Share with:


પોરબંદર શહેરની વિવિધ  રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ ખાતેથી એક ડઝનથી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર ઝપ્ત કરાયા
Views 🔥 web counter


શહેર મામલતદાર અર્જુન ચાવડા અને પુરવઠા ટીમે દરોડા પાડ્યા

પોરબંદર તા,૧૩. પોરબંદર શહેર ખાતે મામલતદારશ્રી, પોરબંદર શહેર અને પુરવઠા શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ ખાણીપીણી, રેસ્ટોરન્ટ ખાતેથી ઘર વપરાસ માટે વપરાતા ગેસના સીલિંડર રેસ્ટોરન્ટમાથી ઝપ્ત કરી રેસ્ટોરન્ટ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

           શહેર મામલતદાર અર્જુન ચાવડા તથા પુરવઠા ટીમે શહેરના વિવિધ ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ખાતે વપરાતા ઘરગથ્થુ વપરાસના સસ્તી કિમતના ગેસ સીલીન્ડર અંગે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. જેમા  ઢોસા હાઉસ, હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, ગોકુલ ડાઇનિંગ હોલ, કસુંબો રેસ્ટોરન્ટ, કંસાર રેસ્ટોરન્ટ, આશાપુરા  રેસ્ટોરન્ટ પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ, હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ વગેરે સ્થળ પર રેસ્ટોરન્ટ ખાતે ઉપયોગમાં લેવાતા ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર અંગે દરોડા પાડવામાં આવ્યા. જે પૈકી હિંગળાજ ડાઇનિંગ હોલ, અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ, કસુંબો રેસ્ટોરન્ટ,પીઝા પ્લાનેટ, શ્રી પાર્સલ પોઈન્ટ  અને હેલ્ધી ફૂડ રેસ્ટોરન્ટ ખાતેથી કુલ એક ડઝન થી પણ વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે, ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડરનો ભાવ અને ડાઇનિંગ હોલમા વપરાતા ગેસ સિલિન્ડરના ભાવ અલગ અલગ હોય છે. ઘર ગથ્થુ વપરાશમા વપરાતમા ગેસ સીલીન્ડર સસ્તા હોવાથી ડાઇનિંગ હોલ, રેસ્ટોરન્ટ ધારકો આ સીલીન્ડર વાપરતા હોવાથી મામલતદારે સીલીન્ડર સીઝ કરીને ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed