કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ! અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી

કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ! અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી

0 0
Spread the love

Read Time:3 Minute, 5 Second

૫૦ થી વધુ ઓર્થોપેડિક તબીબોએ એકસાથે કોરોના રસી લીધી

કોરોના સામે રક્ષણ મેળવવાની રસી સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી તે સાબિત કરવા સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીએ ખુદ પહેલા રસી લઇને સ્ટાફને પ્રેરણા આપી

કોરોનાની રસી સુરક્ષિત ન હોવાની અને તેની આડઅસરો થતી હોવાની વાતો વહેતી થઈ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીના વડપણ હેઠળ સમસ્ત ઓર્થોપેડિક વિભાગના ૫૦ કરતા વધુ લોકોએ ‘સંગઠન શક્તિથી સિદ્ધિ’નું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું અને એક સાથે કોરોના સામે રક્ષણ મેળવવાની રસી લઈને આ બધી વાતો નિરર્થક અને ગેરમાર્ગે દોરનારી હોવાનું ફરી એકવાર સાબિત ક્યું હતું..

કોરોના સામે રસીકરણના આજે ત્રીજા દિવસે અમદાવાદ સિવિલમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય એવી ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલ સંકુલમાં કાર્યરત્ ઑર્થોપેડિક વિભાગના તમામ સિનિયર તબીબો અને સંલગ્ન કર્મચારીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાની ગુજરાત સરકારની ઝુંબેશ તથા મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે. વી. મોદીએ સૌપ્રથમ જાતે રસી લઇને પોતાના હસ્તકના તમામ તબીબો, અધ્યાપકો, કર્મચારીઓ અને સંલગ્ન સ્ટાફમાં કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને તેની કોઇ આડઅસર ન હોવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેમનામાંથી પ્રેરણા મેળવીને સમસ્ત સ્ટાફ કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી લેવા પ્રેરાયો હતો, જેના પગલે પ્રાધ્યાપકોથી લઇને સંલગ્ન કર્મચારી સહિતના ૫૦ કરતા વધુ લોકોના ઓર્થોપેડિક વિભાગે એક સાથે રસી મેળવીને વિક્રમ સર્જ્યો હતો.   

ઉલ્લેખનીય છે કે ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્યના સમસ્ત ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સહિત તમામ નાગરિકોને કોરોના સામે રક્ષણ મેળવવાની રસી આપીને અભય સુરક્ષાકવચ પ્રદાન કરવા માટે કૃતસંકલ્પ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પચાસ કરતા વધુ સ્ટાફે સાગમટે રસી લઇને સરકારના સંકલ્પને ચરિતાર્થ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

Views 🔥 કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ! અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કોરોના સામેના રસીકરણનો આજે ત્રીજો દિવસ! અમદાવાદ સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગે કોરોનાની રસી લઈ દર્દીઓની વધુ સારી સેવા માટે કમર કસી

Get ready to be Fit and healthy through Life Fitness Pro

ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને પ્રસંશનીય સેવા બદલ પદક, આશિષ ભાટિયા દ્વારા કરાયું સન્માન

ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય અને પ્રસંશનીય સેવા બદલ પદક, આશિષ ભાટિયા દ્વારા કરાયું સન્માન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.