સિવિલ સુપરિટેન્ડન્ટ નાં હેલ્મેટ અંગેનાં પરિપત્ર નું સુરસુરિયું.

સિવિલ સુપરિટેન્ડન્ટ નાં હેલ્મેટ અંગેનાં પરિપત્ર નું સુરસુરિયું.

0 0
Spread the love

Read Time:4 Minute, 18 Second
સેનેટરી ઇન્સ્પેક્ટર અલ્તાફ સંગરીયાત

મોટાભાગના કર્મચારીઓ હેલ્મેટ વગર કેમ્પસમાં ફરતાં જોવા મળ્યાં .

હવે લાઉડ સ્પીકર ઉપર એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં  સાહેબ કોને કોને સમજાવશે!

માથા સાચવોની માથાકૂટ “No Helmet-No Entry”!  પરિપત્રનો ફિયાસ્કો

ધ મોબાઈલ ન્યુઝ.

અમદાવાદ:  સરકારના આદેશ બાદ મોડે મોડે પણ જાગીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં તમામ  સિવિલ સુપરિટેન્ડેન્ટ એ હોસ્પિટલના તમામ દ્વીચક્રી વાહનચાલક કર્મચારીએ કેમ્પસમાં  ફરજિયાત હેલમેટ પહેરવાનો પરિપત્ર છેક ૨જી ડિસેમ્બરના રોજ બહાર પાડ્યો. જે મુજબ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં તબીબી અધિક્ષક દ્વારા  દ્વિચક્રિય વાહન ચાલક અને પાછળની સીટ ઉપર બેઠેલા વ્યક્તિ માટે ફરજિયાત હેલ્મેટનો નિર્દેશ કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જોકે મોટભાગના કર્મચારીઓએ હેલ્મેટ નહિ પહેરીને સુપરિટેન્ડેન્ટ ના પરિપત્રની ઐસીતૈસી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

સુપ્રિટેન્ડેન્ટ નાં પરિપત્ર બાદ પણ માફક હોસ્પિટલ કેમ્પસમાં સરકારી આદેશ ની અવગણના કરી  હેલ્મેટ વગર  દ્વિચક્રીય વાહન ચલાવ્યા હતાં. જેને  લઇને હોસ્પિલતંત્ર મુક પ્રેક્ષક બની રહ્યું છે. ત્યારે સવાલ થાય કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્ટાફ  અધિકારીનું માને કે ના માને પણ જે હોસ્પિટલ માં મોટી સંખ્યામાં અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ આવતા હોય તે દેખી ને પણ સબક નથી શીખી રહ્યા.

હોસ્પિટલના કર્મચારી ઓએ પરિપત્રના લીરેલીરા ઉડાડી દીધા છે. જેનું તાદશ ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટરએ  પૂરું પાડ્યું છે. સિવિલના સેનેટરી ઇન્સ્પેક્ટર અલ્તાફ સંગરિયાત ધરાર હેલ્મેટ પહેર્યા વગર જ હોસ્પિટલમાં ટુ વ્હીલર ઉપર ફરતાં જોવા મળ્યાં હતાં.

આટલું જ નહીં અન્ય પણ ઘણાં કર્મચારીઓ બિન્દાસ્તપણે  સિવિલ સુપરિટેન્ડેન્ટ ના પરિપત્રને બોખો વાઘ સમજીને  હેલમેટ વિના જ  સિવિલ હોસ્પિટલ, અમદાવાદ કેમ્પસમાં ફરતા જોવા મળ્યાં છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક કોને કંઈ ભાષામાં સમજાવતા ફરશે તે એક મોટો સવાલ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ તમામ પ્રવેશ દરવાજાઓ ઉપર વહેલી સવારથી સિવિલ હોસ્પિટલ કેમ્પસ ના સિક્યોરિટી જવાનો મોર્ચો સંભાળીને હેલ્મેટ ડ્રાઇવ ચલાવવા માટે લૂલો પ્રયત્ન કર્યો પણ સિવિલ હોસ્પિટલ સ્ટાફ માને કોનુ.? આમ પરિપત્રનું પાલન ન કરનાર સામે પણ કોઈ કડક કાર્યવાહી કરી શકાઈ નથી.

ત્યારે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તબીબી અધીક્ષકના પરિપત્રની એસી તેસી કરનારા સ્ટાફ ને હવે જાગૃત કરવા માટે લાઉડ સ્પીકર દ્વારા “ON Road Announcement” નો કંસ્પેટ સાથે સિવિલ હોસ્પિટલ સિક્યોરિટી સ્ટાફ ને સમગ્ર સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ફેરવશે અને સિવિલ હોસ્પિટલ સ્ટાફ ને હેલ્મેટ બાબતે જાગૃત કરવા ઝુંબેશ શરૂ કરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

બનાસકાંઠામાંથી અંદાજે રૂ. ૭૪,૬૪૦નું અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી પકડાયું

બનાસકાંઠામાંથી અંદાજે રૂ. ૭૪,૬૪૦નું અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી પકડાયું

સાવચેત! કોરોનાથી પણ 100 ગણા ખતરનાક વાયરસના 326 સેમ્પલ ગાયબ

સાવચેત! કોરોનાથી પણ 100 ગણા ખતરનાક વાયરસના 326 સેમ્પલ ગાયબ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.