ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના એંધાણ:મોદી કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી

ગુજરાતમાં ચૂંટણી વહેલી થવાના એંધાણ:મોદી કેબિનેટે ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી

1 0
Spread the love

Read Time:4 Minute, 38 Second

દિલ્હી:
કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે.

સૌથી પહેલા જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. આખરે આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે.

આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ ‘વન નેશન-વન ઈલેક્શન’ સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.
સૂત્રોનું કહેવું છે કે, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.
હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે. આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શું છે સરકારની તૈયારી? સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ રાજ્ય વિધાનસભાના સ્પીકરને બુદ્ધિજીવીઓ, નિષ્ણાતો અને નાગરિક સમાજના સભ્યો સાથે તેમના મંતવ્યો શેર કરવા માટે કહેવામાં આવશે. આ સિવાય સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માંગવામાં આવશે, જેનાથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાવેશીતા અને પારદર્શિતા વધશે. બિલના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં તેના ફાયદા અને સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરાવવા માટે જરૂરી પદ્ધતિ સામેલ છે.
સંભવિત પડકારોને સંબોધવામાં આવશે અને વિવિધ દ્રષ્ટિકોણ એકત્ર કરવામાં આવશે. ‘વન નેશન-વન ઈલેક્શન’ને વારંવાર ચૂંટણીઓ સાથે સંકળાયેલા ખર્ચ અને અવરોધોને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે.
જોકે, સરકાર આ બિલને વ્યાપક સમર્થન હાંસલ કરવા માગે છે. જો કે આ પ્રસ્તાવ પર રાજકીય ચર્ચા પણ વધી શકે છે. વિરોધ પક્ષો તેની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવી શકે છે.
“વન નેશન-વન ઈલેક્શન” એટલે શું?
હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. ‘વન નેશન-વન ઈલેક્શન’નો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ, એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.
આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં વિસર્જન કરવામાં આવી હતી. એ બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી, જેના કારણે ‘વન નેશન-વન ઇલેક્શન’ની પરંપરા તૂટી ગઈ.

પ્રથમ તબક્કો: 6 રાજ્ય, મતદાનઃ નવેમ્બર 2025માં
• બિહારઃ વર્તમાન કાર્યકાળ પૂર્ણ થશે. બાદમાં માત્ર સાડાત્રણ વર્ષ ચાલશે.
• આસામ, કેરળ, તામિલનાડુ, પ. બંગાળ અને પુડુચેરીના વર્તમાન કાર્યકાળમાં 3 વર્ષ અને 7 મહિનાનો ઘટાડો થશે. એ પછીનો કાર્યકાળ પણ સાડાત્રણ વર્ષનો રહેશે.

બીજો તબક્કો: 11 રાજ્ય, મતદાનઃ ડિસેમ્બર 2026માં
• ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડઃ વર્તમાન કાર્યકાળમાં 3થી 5 મહિનાનો ઘટાડો થશે. એ પછી એ અઢી વર્ષ થશે.
• ગુજરાત, કર્ણાટક, હિમાચલ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરાઃ હાલ કાર્યકાળમાં 13થી 17 મહિનાનો ઘટાડો થશે. પછી સવાબે વર્ષનો રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

માત્ર ૧૫ દિવસમાં જ ૫૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી પથરી દુર કરવામાં આવી.

માત્ર ૧૫ દિવસમાં જ ૫૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી પથરી દુર કરવામાં આવી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.