અમદાવાદ:
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી જયંતિ વકીલની ચાલી બહાર ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરી નુકસાન પહોંચાડવાના મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે ડો.આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.
મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ
૨૨મી ડિસેમ્બરે મોડી રાત્રે વાગ્યે બે એક્ટીવા ઉપર ચાર લોકો આવ્યા હતા અને મૂર્તિને ખંડિત કરી હતી. અન્ય બે આરોપીઓ મુકેશ ઠાકોર અને ચેતન ઠાકોરની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ચારેય આરોપીઓને ચારેયને આશ્રય આપનાર જયેશ ઠાકોરની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
કેમ ડો. બાબાસાહેબની શા પ્રતિમા ખંડિત કરી?
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નાડીયા અને ઠાકોર સમાજ વચ્ચે ચાલતી તકરારમાં વર્ષ ૨૦૧૮માં આ બે સમાજ વચ્ચે રાયોટિંગ થયું હતું. અગાઉ દીવાલ બાબતે ત્યાં ઝઘડો થયો હતો.
૪૦૦થી વધુ સીસીટીવી ચેક કર્યા બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યાં
૨૨મી ડિસેમ્બર, ૨૦૨૪ ની વહેલી સવારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હતી. તાત્કાલિક કાઈમ બ્રાન્યની અનેક ટીમોએ મામલાની તપાસ અને ડિટેક્શન માટે કામ શરૂ કર્યું હતું. ૪૦૦થી વધુ સીસીટીવી ચેક કર્યા પછી માનવ અને તકનીકી ઇનપુટ્સ દ્વારા અજાવ્યા ખારોપીની ઓળખ મેહુલ ઠાકોર તરીકે થઈ હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી હતી. તેણે પ્રતિમા તોડવાના ગુનાની કબૂલાત કરી હતી.
વધુ પૂછપરછમાં તેની ગુનાહિત રેકોર્ડ હોવાનું બહાર આવ્યું છે, જેની વિગતો મેળવવામાં આવી રહી છે. તેના અન્ય ત્રણ સાથીદારો હોવાનું પણ તેણે ખુલાસો કર્યો છે. કાઈમ બ્રાન્ચની ટીમો પણ તેઓને વેરિફિકેશન કરીને પકડવા પ્રયાસ કરી રહી છે. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત તપાસ અધિકારીને સોંપવામાં આવ્યો છે. અફવાઓ અને ખોટી માહિતીની શિકાર ન થવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી છે.