ઇસનપુર, પ્રહલાદ નગર, જોધપુર સહિત અમદાવાદમાં અનેક સ્થળોએ ખુલ્યા કોરોના ટેસ્ટિંગ ડોમ
ચૂંટણી ગઈ કોરોના આવ્યો, અમદાવાદ સુરત અને રાજકોટમાં કોરોનાની દહેશત વધતા દોડધામ, જવાબદાર કોણ?
રીતેશ પરમાર
ચૂંટણી પહેલા ગુજરાત રાજ્યના મોટા શહેરો જેમકે અમદાવાદ, સુરત, રાજકોટ જામનગર અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ અને જરૂરી સાવચેતીના પગલે કોરોનાના કેસો બહુજ ઓછા જોવા મળતા ગુજરાતમાં સ્વરાજ્યની મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની તારીખ નક્કી કરવામાં આવી હતી. જેના લીધે ગુજરાતનાં નાગરિકોમાં કોરોના સંક્રમણને લઈ અનેક તર્ક-વિતર્ક જોવા અને સાંભળવા મળ્યા હતા.લોક મુખે ચર્ચાઓ વહેતી થઈ કે કોરોનાની ચાવી સરકારના હાથમા છે, એ જયારે ખોલે ખુલી જાય અને જયારે સરકાર ઈચ્છે ત્યારે બંધ થઈ જાય. એટલા માટે થઈને જ ચૂંટણીપંચ દ્વારા ઈલેકશનની તારીખ જાહેર કરતાની સાથે તરત રાજ્યસરકાર દ્વારા પણ રાત્રી કર્ફ્યુ એક કલાક વધારી દેવામાં આવ્યો હતો. રાજ્યસરકારે રાત્રી કર્ફ્યુ 11 થી સવારના 6 ની જગ્યાએ રાત્રીના 12 થી સવારના 6 કરી દીધું હતું. જેથી કરીને ચૂંટણીમાં નેતાઓ મોડીરાત સુધી સભા રેલીઓ યોજી શકે.
હવે જેમ ગઈ કાલે ચૂંટણી સમાપ્ત થઈ કે તરત ગુજરાતનાં મોટા શહેરોમાં કોરોનાની દહેશત વધવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજકોટ થી વધુ વિગત મળતા ત્યાં ચૂંટણીની તારીખ નક્કી થયા અગાઉ પહેલા રોજના 30 થી 35 કેસ નોંધાઈ રહ્યા હતા. અને જયારે હવે રોજના 50 થી વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના આંકડા સામે આવી રહ્યા છે. પત્રકારો સાથે વાત કરતા રાજકોટના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું કે ચૂંટણીના પ્રચાર દરમ્યાન યોજાયેલી રેલીઓ સભાઓ અને મિટિંગો માં નેતાઓ કાર્યકર્તાઓ ઉમેદવારો અને રહીશો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા જેવી બાબતોને અનુસરવાનું ભૂલી જતા કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે ચૂંટણી હજુ ગઈ કાલે જ પૂર્ણ થઈ છે અને રાજકોટ માં કોરોનાના કેસો વધતા રાજકોટ વાસિયો અને આરોગ્ય તંત્રમાં ભય વ્યાપી ગયો છે.
બીજીતરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો લોકો રાજ્યસરકાર અને પોલીસતંત્ર સામે આંગળી ચિંધતા નજરે પડ્યા છે. અમદાવાદનાં લોકોનું માનવુ છે કે, કોરોનાનું સંક્રમણ અને પોલીસ કે જે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને લોકોને દંડ કરી રહી હતી તેઓને માત્ર સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરતુંજ આરામ આપવામાં આવ્યો હતો. અને હવે જેમ ગતરોજ ચૂંટણીનું સમાપન થયું કે ઠેર ઠેર પોલીસ હવે માસ્કના નામે દંડ ઉઘરાવવાનું ચાલુ કરી દીધું. અને કોરોના ટેસ્ટિંગના જે ડોમ ઈલેકશન પહેલા બંધ કરી દેવાયા હતા એ ડોમ આજે એકાએક ફરી ચાલુ કરી દેવાયા છે. અમદાવાદનાં નારણપુરા, પાલડી અને જોધપુર માંકોરોના. ટેસ્ટિંગ ડોમ ફરી કાર્યરત કરાતા લોકોમાં ભયની લાગણી જોવા મળી હતી.
લોકોના મનમાં કેટલાક મૂંઝવતા પ્રશ્ર્નો
1.આખરે કોરોનાના કેસોમાં વધારો થવા માટે આખરે કોણ જવાબદાર
2. શુ રાજકીય પાર્ટીઓની રેલી, સભાઓને કોરોના વકરવા માટે ગણાશે જવાબદાર
3. શુ રાજકીય પાર્ટીઓને ખુલ્લેઆમ છુટ આપવામાં આવી હતી.
4.મતદાન પૂર્ણ થતા કોરોના વકરવાની દહેશત, આરોગ્ય તંત્ર થયું દોડતું
5. અમદાવાદ શહેરમાં કાઢી નાખવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા
આ તમામ બાબતોમાં કોણ છે જવાબદાર સરકાર, નેતાઓ ઉમેદવારો કે પછી ખુદ જનતા?
કોરોના ટેસ્ટિંગ તંબુ તોણ્યા રે લોલ!
કોરોના ના સૂત્રો માત્ર સૂત્રો રહ્યા કોઈ રાજકીય પક્ષે તેનું પાલન ના કર્યું. વિવિધ રાજકીય પક્ષોના પ્રચારમાં સોશિયલ ડિસ્ટનસિંગ ના ધજાગરા જ્યારે અને રાજકીય માણસો માસ્ક લગાવે તો તેમનું મુખોટુ ઉતરી જાય તેમ હતું. ત્યારે હવે ચૂંટણી પછી આરોગ્ય તંત્ર પણ સફાળું જાગ્યું અને શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ માટે ડોમ લગાવી દીધા છે.