એલ.જે. સ્કૂલ ઓફ લૉ ના 200 વિદ્યાર્થીઓએ શું શપથ લીધા જાણો!

0
એલ.જે. સ્કૂલ ઓફ લૉ ના 200 વિદ્યાર્થીઓએ શું શપથ લીધા જાણો!
Views: 742
17 2
Spread the love
Read Time:4 Minute, 29 Second

પોલીસના ઉચ્ચ અધિકારી સહિત જાણીતા મનોચિકિત્સક અને મહેસુલ અધિકારી પણ હાજર રહ્યા

26મી જૂનના દિવસે વિશ્વ આખું ‘International Day Aginst Drug Abuse And Illicit Trafficking ‘ ની ઉજવણી કરે છે ત્યારે શહેરની એલ.જે સ્કૂલ ઓફ લો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી. કોલેજ યુવાન વિદ્યાર્થી માં ડ્રગ્સ અબ્યુઝ અંગે ની જાગૃતિ લાવવાના હેતુ થી આ વિષય પર ના મહાનુભાવો ને આમંત્રિત કરી એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

જ્યાં એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સના વડા અને આઈજીપી સીઆઇડી ગાંધીનગર, ડિરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ટી.જી. રાઠોડ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના આસિસ્ટન્ટ ડિરેકટર ઉમંગ પટેલ, જાણીતા મનોચિકિત્સક ડો. પાર્થ વૈષ્ણવ સહિત ડીવાયએસપી રીના રાઠવા હાજર રહ્યા.

વિદ્યાર્થીઓને દ્રગ્સ બાબતે જાણકારી આપતા એન્ટી નારકોટિક્સ ટાસ્ક ફોર્સના વડા-આઈજીપી સીઆઇડી ગાંધીનગર સુભાષ ત્રિવેદી હળવા મૂડમાં ગંભીર બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા. તેમણે ગાલિબ ના શેર થી જીવન નું મહત્વ સમજાવ્યું અને યુવાનો ને તેમેને તેમના બોહળા અનુભવો ની વાત કરી, તેમેણે વધુ માં જણાવ્યું કે ચાઇના કેવી રીતે વર્ષો પેહલા જાપાન નું ગુલામ બન્યું હતું કેમેકે ચાઇના ના લોકો અફિમ ના નશા માં ચૂર હતા. ડ્રગ્સ ના કાયદા એટલા કડક છે કે તેમાંથી બચવું અગરુ છે

ડિરેકટર ઓફ રેવન્યુ ટી.જી. રાઠોડ કે જેઓ  ઘણા વર્ષો કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે. અને ડ્રગ્સ બાબતના ઘણા કેસ સોલ્વ પણ કર્યા છે. ટી.જી. રાઠોડે વિદ્યાર્થીઓને  ” say yes to life  and no to drugs ” નો સંદેશ આપ્યો. તેમણે કહ્યું યુવાનો ની ક્ષમતા ને સાચી દિશા મેળવી જોઈએ. ‘કર્ણ હૈ તો success કે નશા કરો”  

કચ્છના મુન્દ્રા પોર્ટ  જે મોટા જથ્થા માં ડ્રગ્સ પકડાયા હતા તે કેસ માં તેમજ બોલીવુડના  પ્રખ્યાત સુશાંત સિંહ રાજપૂત ના કેસ પણ જોડાયેલા અને હાલ ફોરેન્સિક લેબોરેટરીમાં આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે ફરજ બજાવતા ઉમંગ પટેલે  તેમને પોતાના અનુભવો શેર કાર્ય અને NDPC  એક્ટ ની જોગવાઈઓ કેટલી કડક છે તે સમજાવ્યું, કેવી રીતે આજકાલ ડ્રગ્સ ના કૅમિકેલ બદલી નાખ્યા છે જેથી કરી ને પોલીસે ડ્રગ્સ ને ઓળખી ના શકે.

ડ્રગ્સની આદત પછી ડ્રગ્સની લત છોડવીએ ખૂબ અઘરું કામ કહેવાય છે. જેમાં મક્કમ મનોબળ જરૂરી છે. ત્યારે જાણીતા મનોચિકિત્સક ડો. પાર્થ વૈષ્ણવે કે જેઓ  ડ્રગ્સ ના કારણે પીડિત ઘણા પેશન્ટ્સ નો અનુભવ છે જે તેમની  પાસે રિહૈબિલિટેશન માટે આવે છે. તેમને ખુબ જ સરળ શબ્દો માં તેમના એક કેસ દ્વારા ડ્રગ્સ એક માણસ ની કેવી કફોડી હાલત કરી શકે છે તે સમજાવ્યું હતું.

ડ્રગ્સ એ સમાજનું દુષણ છે. પરંતુ, ડ્રગ્સ એંડડીક્ટ ક્રિમિનલ નથી પણ પોતે વિકટીમ છે તે બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કરતા ડીવાયએસપી રીના રાઠવાએ ડ્રગ્સના અલગ અલગ પ્રકાર, અસર અને લક્ષણો સમજાવ્યા.

સમગ્ર જાગૃતિ કાર્યક્રમ બાબટેબલજ ટ્રસ્ટ ના વાઇસ  પ્રેસિડેન્ટ મનીષ શાહ અને કોલેજ  ના ડિરેક્ટર ચૈતાલી જાની હાજર હતા. જ્યાં ૨૦૦ થી વધુ  વિદ્યાર્થીઓ એ ક્યારેય ડ્રગસ ના લેવાના શપથ લીધા હતા.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »