કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે: ધારાસભ્યો સહિત નાગરિકો ને રસી લેવા અપીલ
ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઇ પટેલે આજે વિધાનસભા ગૃહ ખાતેજાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ની કામગીરી હવે રવિવારની રજાના દિવસે પણ ચાલુ રહેશે તો સૌ ધારાસભ્યો સહિત નાગરિકોને પણ તેનો લાભ લેવા તેમણે અપીલ પણ કરી છે.
નીતિનભાઈ પટેલે ઉમેર્યુ કે, રાજયભરમાં ૨૫૦૦થી વધુ વેકસીનેશન સેન્ટરો પર રસીકરણની કામગીરી હાલ કરવામાં આવી રહી છે જેમાં દરરોજ ૧.૫ લાખથી ૨.૦૦ લાખ નાગરિકોને રસીથી રક્ષિત કરવામાં આવે છે. હાલ રવિવારના દિવસે રસીકરણ ની કામગીરી માટે રજા હતી પરંતુ કોરોનાની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજયના નિયત કરાયેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલો ખાતે રસીકરણની કામગીરી કરવામાં આવે છે ત્યાં હવે રવિવારે પણ રાબેતા મુજબ રસીકરણની કામગીરી થશે જેનો નાગરિકોને લાભ લેવા અનુરોધ પણ કરાયો છે.
Views 🔥