ધ મોબાઈલ ન્યુઝમાં વાંચો “સામાન્ય માનવીની સ્થિતિ” કવિની નિરજની કલમે!
સામાન્ય માનવી
મેળવવા બે ટંક રોટલો દોડતો દીનરાત
એ જ હું સામાન્ય માનવી . . . . . .
વેદનાઓના વમળોમાં અટવાયેલો
ગમના દર્દમાં ગભરાયેલો
એ જ હું સામાન્ય માનવી . . . . . .
કયારેક વરસાદી વાતાવરણે
તો ક્યારેક કારમી ગરમીએ
કયારેક કડકડતી ઠંડીએ
મને માર્યો એ જ હું સામાન્ય માનવી . . . . .
કારખાને કામ કરતાં
મગજ થઇ ગયું કારખાનું
રાત દિવસ કામ કરીને
મશીન બની ગયો એ જ હું સામાન્ય માનવી . . . . .
ના દાદ ના ફરીયાદ
ના રુદન ના અવાજ
મુંગા મોઢે સહન કરતો
આંસુડા થી તરસ છુપાવતો એ જ હું સામાન્ય માનવી . . . . .
કંઇક તોફાનો જોયા
કંઇક યુધ્ધો જોયા
કંઇક સુકા રોટલાં ખાધાં
તો ય દોડતો એ જ હું સામાન્ય માનવી . . . . .
પણ આ વખતે તો કંઇ નવું આવ્યું
પણ આ વખતે તો કંઇ અદભુત આવ્યું
કયારેક થાળીઓ સાથે નાચતો
કયારેક તેલ વગરનાં દીવડાં કરતો
એ જ હું સામાન્ય માનવી . . . . .
ઘડીક માં ચાલું ધડીકમાં બંધ
ઘડીક માં રાજા ધડીકમાં રંક
આ સગવડીયો કોણ છે ? સમજાતું નથી . . .
તો ય નિરજ ભુખ્યો અને તરસ્યો અને હું જ સામાન્ય માનવી
નિરજ . . . . .
Views 🔥