ભારતીય સેના તૌક્તે પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક અને તંત્રને મદદરૂપ થવા માટે બની સજ્જ. સેનાએ કોલમ લોન્ચ કર્યા
અમદાવાદ: તીવ્ર ચક્રાવાતી વાવાઝોડા ‘તૌક્તે’ના કારણે બચાવ અને રાહત કાર્યો હાથ ધરવામાં નાગરિક પ્રશાસનને મદદરૂપ થવાની આગોતરી તૈયારીઓરૂપે ભારતીય સૈન્યએ દેશના વિવિધ ભાગોમાં પશ્ચિમી દરિયાકાંઠામાં તેમના કોલમ અને એન્જિનિયર ટાસ્ક ફોર્સ (ETF)ને ગતિમાન કર્યા છે.
• ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં અત્યંત તીવ્ર ચક્રાવાતી વાવાઝોડુ જમીન વિસ્તાર પર ત્રાટકવાના સંકટની આગાહીના કારણે, ભારતીય સૈન્યના યુનિટ્સ અને ફોર્મેશન્સે નોંધપાત્ર સંખ્યામાં ટીમો અને કમ્યુનિકેશનના સાધનો અને એન્જિનિયર ટાસ્ક ફોર્સની મદદથી પોતાની રીતે તૈયારીઓ કરી લીધી છે જેથી કોવિડના પ્રોટોકોલના પાલન સાથે રાહત અને તમામ પ્રકારની સહાયતા આપી શકાય.
• કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સહિત સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર પડવાની સંભાવના હોવાથી, 10 એકીકૃત ટીમોને દીવમાં નાગરિક પ્રશાસનને મદદરૂપ થવા માટે નિયુક્ત કરવાના ઉદ્દેશથી સજ્જ કરવામાં આવી છે.
• જુનાગઢ વિસ્તારમાં 10 ટીમો લોન્ચ કરવામાં આવી છે. જ્યારે સમયાનુસાર પરિસ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણે રાજ્ય પ્રશાસન દ્વારા વિશ્લેષણ કર્યા પછી આપવામાં આવતા આદેશ અનુસાર ટૂંકા સમયમાં જ પહોંચવા માટે અન્ય ટીમનો તૈયાર રાખવામાં આવી છે.
• તમામ યુનિટ્સ વાવાઝોડાના પ્રભાવ માટે તૈયાર થઇ ગયા છે અને નાગરિક પ્રશાસન સાથે જરૂરી સંકલન કરવામાં આવ્યું છે.
• અમદાવાદ સ્થિત સૈન્ય ડિવિઝનના ગ્રૂપ ઓફ કમાન્ડરે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો અને તેમને તમામ સહકાર આપવા માટે ખાતરી આપી હતી.
• ભારતીય સૈન્ય પાવર બેકઅપનું સર્જન કરવા માટે અને અમદાવાદમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલ સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અન્ય આકસ્મિક સ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં શક્ય હોય તેવી તમામ સહાય કરી રહ્યું છે.