અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમીટી દ્રારા   ૨૦૨૧માં જિલ્લાના ૮૦  ભુમાફીઆઓ સામે  ફોજદારી કાર્યવાહી કરવા તથા  કુલ-૧૯ એફ.આઇ.આર. કરવાનો નિર્ણય

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમીટી દ્રારા ૨૦૨૧માં જિલ્લાના ૮૦ ભુમાફીઆઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા તથા કુલ-૧૯ એફ.આઇ.આર. કરવાનો નિર્ણય

0 0
Spread the love

Read Time:3 Minute, 0 Second
Views 🔥 અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમીટી દ્રારા   ૨૦૨૧માં જિલ્લાના ૮૦  ભુમાફીઆઓ સામે  ફોજદારી કાર્યવાહી કરવા તથા  કુલ-૧૯ એફ.આઇ.આર. કરવાનો નિર્ણય



અમદાવાદ જિલ્લાની ૧૬૦૬.૧૪ કરોડની કુલ ૫,૬૭,૬૫૯ ચોરસ મીટર જમીન  ભૂમાફીઆના સકંજામાંથી મુક્ત કરવાની કાર્યવાહી

સરકારી-ખાનગી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે અમદાવાદ જિલ્લા વહિવટી તંત્રની લાલ આંખ

અમદાવાદ જિલ્લામાં જમીન હડપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે

અમદાવાદ: જિલ્લા કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષ સ્થાને  લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમિટીએ  જિલ્લાના ૮૦ ભુમાફીઆ સામે અલગ અલગ ૧૯ કેસમાં ૧૯ એફ.આઇ.આર. નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં ૨૦૨૧માં લેન્ડ ગ્રેબિંગના જન્યુઆરીમાં ૫ કેસ, માર્ચમાં ૩ કેસ અને મેમાં ૮ કેસ દાખલ થતા કુલ ૧૬ એફ.આઇ.આર. નોંધવામાં આવી હતી. આજની બેઠકમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ અન્ય 3 કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગના હેઠળ એફ.આઇ.આર. નોંધી ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

૨૦૨૧માં લેન્ડ ગ્રેબિંગના ૧૯ કિસ્સામાં ૧૧ સરકારી જમીન અને ૮ ખાનગી જમીન ભુમાફીઆના સકંજામાંથી મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી. જેમા ખાનગી જમીનના કિસ્સામાં ૨૮ ભુમાફીઆ અને સરકારી જમીનના કિસ્સામાં  ૫૨ ભુમાફીઓ સામે ફોજદારી કાર્યવાહી આદરી છે.
૧૧૧૯.૦૭ કરોડની ખાનગી માલીકીની ૨૯૮૬૯૫ ચો.મી. જમીન અને ૪૮૭.૦૭ કરોડની ૨૬૮૯૬૪ ચો.મી. સરકારી જમીન મળી અમદાવાદ જિલ્લાની કુલ ૧૬૦૬.૧૪ કરોડની ૫,૬૭,૬૫૯ ચો. મી. જમીન ખાલી  કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. 
સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે.

કલેકટરએ કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન હડપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા ૨૦૨૦ અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમીટી દ્રારા   ૨૦૨૧માં જિલ્લાના ૮૦  ભુમાફીઆઓ સામે  ફોજદારી કાર્યવાહી કરવા તથા  કુલ-૧૯ એફ.આઇ.આર. કરવાનો નિર્ણય

જાહેર માહિતી અધિકારી મામલતદાર બોડેલી એ માહિતી અધિકાર અધિનિયમ મુજબ માંગેલ માહિતી સમય મર્યાદા મા ન આપતા રાજ્ય માહિતી કમિશ્નર આયોગે 15,000 નો દંડ ફટકાર્યો

‘‘મેક ઈન ઈન્ડીયા’’ના અભિગમ સાથે ટોયઝ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનતી રાજકોટની ટોય ઇન્ડસ્ટ્રી!  રાજકોટના રમકડાંની દેશ વિદેશમાં માંગ

‘‘મેક ઈન ઈન્ડીયા’’ના અભિગમ સાથે ટોયઝ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનતી રાજકોટની ટોય ઇન્ડસ્ટ્રી! રાજકોટના રમકડાંની દેશ વિદેશમાં માંગ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.