અમદાવાદ:
દિવાળીમાં ભૂતપૂર્વ કંપની પોતાના જુના કર્મચારીઓ ને દિવાળી માં યાદ કરે એવું જવલ્લે જ બનતું હોય છે. સિવિલમાં વર્ષો સુધી સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ ચલાવતી સિક્યુરિટી એજન્સી બે દિવસ અગાઉ પોતાના જુના પાંચસો જેટલાં કર્મચારીઓ ને મીઠાઈ વહેંચવા પ્રયાસ કર્યો હતો. ત્યારે નવી સિક્યુરિટી એજન્સીએ કર્મચારીઓને નોકરી ઉપરથી કાઢી મુકવાની ધમકી આપી કોઈપણ કર્મચારીઓને મીઠાઈ લેવા દીધી ન હતી. એમ સિવિલ હોસ્પિટલનાં સૂત્રો જણાવે છે.
સિવિલ હોસ્પિટલમાં વર્ષો સુધી સિક્યુરિટી કોન્ટ્રાકટ ધરાવતી સલામતી સિક્યુરિટી કોન્ટ્રાકટ પૂરો થતાં નવી સિક્યુરિટી એજન્સીએ સુરક્ષા વ્યવસ્થા સાંભળી છે. અલબત્ત સલામતી સિક્યુરિટી નો કોન્ટ્રાકટ પૂરો થયા બાદ આ પ્રથમ દિવાળી છે. જેથી બે દિવસ પહેલાં સલામતી સિક્યુરિટી કંપની દ્વારા પોતાના જુના 500 જેટલાં કર્મચારીઓને દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઈ વહેચવા માટે વાહન મોકલવામાં આવ્યું હતું.
સિક્યુરિટી ના કર્મચારીઓને મીઠાઈ વહેંચવા બાબતે લાગતા વળગતા ઉચ્ચ સરકારી અધિકારીની મંજૂરી પણ સલામતી સિક્યુરિટી એ મેળવી લીધી હતી. સલામતી સિક્યુરિટી જુના કર્મચારીઓ ને મીઠાઈ વહેચવાનું શરૂ કર્યું છે. તે બાબતની જાણ હાલ આવેલી આર.એસ એસ સિક્યુરિટી કંપનીના એક સુપરવાઈઝર ને થઈ હતી. જેથી તુરંત એ એક્શન મૉડ માં આવી ગયો હતો.
આ સુપરવાઈઝર એ તેના ઉચ્ચ અધિકારીઓ ને આ બાબતે જાણ કરી હતી, અને ત્યારબાદ તમામ સિક્યુરિટી સ્ટાફને સલામતી સિક્યુરિટી પાસેથી મીઠાઇ નહીં લેવા આદેશ કર્યો હતો. જોકે એ બાબતનો કેટલાંક સિક્યુરિટી સ્ટાફે વિરોધ કર્યો હતો. તેઓ પોતાના જૂના નોકરીદાતા પાસેથી મીઠાઈ લેવા ઈચ્છતા હતાં. જેથી સુપરવાઈઝર અને કેટલાક સિક્યુરિટી સ્ટાફ વચ્ચે થોડી ચકમક ઝરી હતી. જેથી ગુસ્સે ભરાયેલાં ટૂંડમિજાજી સુપરવાઈઝરએ કર્મચારીઓ ને ધમકી આપતાં કહ્યું કે, “જે પણ સિક્યુરિટી સ્ટાફ સલામતી સિક્યુરિટી પાસેથી મીઠાઈ સ્વીકારશે તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે.” એમ સૂત્રો ઉમેરે છે.
સુપરવાઈઝરએ નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપતાં નાના અને ગરીબ કર્મચારીઓ નોકરી જતી રહેવાની બીકે ગભરાઈ ગયા હતાં. તેમણે હાલના સુપરવાઈઝર ને મીઠાઈ સ્વીકારવા દેવા કાકલૂદી કરી હતી. પરંતુ ધંધાકીય હરીફાઈ ને કારણે માણસાઈ ભૂલેલો સુપરવાઇઝર તેની વાતથી ટ્સ થી મસ ન થયો. આખરે 500 જેટલો સિક્યુરિટી સ્ટાફ જુના નોકરીદાતા પાસેથી મીઠાઈ લીધાં વિના વિલા મ્હોએ પરત ફર્યો હતો. આ ઘટના સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ને ધ્યાનમાં આવતાં તેઓ પણ ચોંકી ગયાં હતાં. જોકે બે સિક્યુરિટી એજન્સીની ધંધાકીય હરીફાઈ ને કારણે ગરીબ સિક્યુરિટી સ્ટાફ મીઠાઈ થી વંચિત રહ્યાં હતાં.
સલામતી સિક્યુરિટી ના વિજય શાહ કહે છે કે, “સિવિલ નો મોટાભાગનો સિક્યુરિટી સ્ટાફ મારી કંપની માં વર્ષો નોકરી કરી ચુક્યો છે. આથી જ દિવાળી માં મેં જુના કર્મચારીઓ માટે મીઠાઈ મોકલવી હતી. જે નવી કંપની ના સુપરવાઇઝર એ ન સ્વીકારવા દેવાત કર્મચારીઓ નિરાશ થઈ ગયા હતાં
કોઈપણ ગરીબ કર્મચારીઓને દિવાળીમાં મીઠાઈ કે ભેટ મળે તો તેમના ચહેરા ઉપર એક અનેરું સ્મિત અને હર્ષ જોવા મળે છે. ત્યારે જૂની કંપની દ્વારા આપવામાં આવેલ મીઠાઈ મોઢે સુધી આવી પણ સ્વાદ ચાખવા ના મળ્યો ત્યારે સિવિલ હોસ્પિટલ સુરક્ષા કર્મચારીઓમાં દિવાળીના સમયે નિરાશા નું મોઝુ ફરી વળ્યુ છે.