ફીલ્મ/ ટાઈગર 3 નું શુટિંગ કરવા જઈ રહેલા એકટર સલમાનને એરપોર્ટ પર રોકવાને મામલે CISF જવાનનો મોબાઈલ જપ્ત, પ્રોટોકોલ ઉલ્લંઘનનો આરોપ
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મુંબઈ એરપોર્ટ પર ચેકિંગ માટે રોકનાર CISF જવાનનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. CISF જવાન સોમનાથ મોહંતી પર પ્રોટોકોલ ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે અને અધિકારીઓ દ્વારા તેનો મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે. તેને મીડિયા સાથે વાતચીત નહીં કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ સીઆઈએસએફ જવાન સોમનાથ મોહંતીએ ઓડિશાના ન્યૂઝ મીડિયા સાથે આ ઘટના અંગે વાત કરી હતી, ત્યારબાદ તેના પર પ્રોટોકોલ ઉલ્લંઘનનો આરોપ લાગ્યો છે અને સંબંધિત વિભાગ દ્વારા તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.
સીઆઈએસએફ જવાન સોમનાથ મોહંતીએ સલમાન ખાનને મુંબઈ એરપોર્ટ પર ચેકિંગ માટે રોક્યો ત્યારે સલમાન પોતાની નવી ફિલ્મ ‘ટાઈગર 3’નું શૂટિંગ શરૂ કરવા રશિયા જઈ રહ્યો હતો.
સીઆઈએસએફ જવાન સોમનાથ મોહંતીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે જેથી તે આ ઘટના અંગે મીડિયા સાથે વાત ન કરી શકે. મીડિયા રિપોર્ટ અનુસાર, CISF ના અધિકારીઓનું કહેવું છે કે આ ઘટના બાદ મીડિયા સાથે વાત કરવી પ્રોટોકોલનું ઉલ્લંઘન છે. સોમનાથ મોહંતી, હવે આ સમગ્ર એપિસોડ વિશે કોઈ મીડિયા હાઉસ સાથે વાત ન કરી શકશે નહીં. તેથી જ તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સિવાય તેને આવું ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
કેસ વિશે વિગતવાર જાણો?
થોડા દિવસો પહેલા સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર 3 ના શૂટિંગ માટે રશિયા જઈ રહ્યો હતો અને તે ફ્લાઈટ પકડવા મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો. તે સમયે CISF જવાન સોમનાથ મોહંતી એરપોર્ટ પર ડ્યુટી ચેકિંગ પર હતો. ફોટોગ્રાફરોને પોઝ આપ્યા અને સામનો કર્યા બાદ સલમાન એરપોર્ટમાં દાખલ થવાનો હતો કે તરત જ સીઆઈએસએફ જવાને તેની ઓળખ ચકાસણી માટે પૂછ્યું અને સલમાનની તેણે ફરીથી તપાસ કરી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને લોકોએ CISF જવાનની ખૂબ પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું હતું કે CISF જવાને પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી છે. બધા લોકો સમાન છે અને દરેક માટે સમાન નિયમો હોવા જોઈએ આ વિડીયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો હતો.
સલમાનની આગામી ફિલ્મ ‘ટાઇગર 3’ ટાઇગર સિરીઝની ત્રીજી ફિલ્મ છે. જેમાં કેટરીના કૈફ પણ જોવા મળશે. આ ઘટના સમયે સલમાન સાથે કેટરિના કૈફ પણ હાજર હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન આગામી એક મહિના સુધી રશિયામાં ટાઇગર 3 નું શૂટિંગ કરશે.