અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ મુદ્દે ટ્રાફિક બ્રિગેડમાં 700 જવાનોની ભરતી પ્રક્રિયા

0
Views: 62
0 0
Spread the love

Read Time:2 Minute, 45 Second
Views 🔥 web counter

ટ્રાફિક બ્રિગેટનાં જવાનોની ભરતી માટે 23 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવી

નિતેશ બગડા, અમદાવાદ
અમદાવાદ માં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ મુદ્દે ટ્રાફિક જવાનોની ભરતી પ્રક્રિયા નો લેવાયો નિર્ણય જેને લઈને ટ્રાફિક પોલીસે ૭૦૦ જેટલા ટ્રાફિક જવાનોની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ જે  *actptrbrecuitment.com*  પર કરી શકાશે અરજી શહેરમાં વાહનોની સંખ્યા સાથે ટ્રાફિક ની સમસ્યા પણ સતત વધી રહી છે. જેથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ભરતી પ્રક્રિયા શરુ કરાઇ છે નવા ૭૦૦ ટ્રાફિક બ્રિગેટનાં જવાનોની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં શારીરિક કસોટી માટે પુરુસ માટે ૮૦૦મીટર અને મહિલાઓ માટે ૪૦૦મીટરની દોડ રહેશે અને ઉમર ૧૮ થી ૩૫ નક્કી કરવામાં આવી છે આ ભરતી પ્રક્રિયાને લઈને ટ્રાફીક પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

હાલ અમદાવાદ શહેર માં ૧૬૦૦જેટલા ટ્રાફીક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે જે ટ્રાફિક નિયમમાં સતત ફરજ બજાવતા જવાનોને લઘુતમ વેતનના પ્રશ્નોના ઉકેલ માટે પણ ટ્રાફિક ટ્રસ્ટ અને પોલીસે ચર્ચા કરી  હતી ટ્રાફિક જવાનોની દર મહિને નવ હજાર વેતનથી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતું હોવાની સમસ્યા થી ટ્રાફિક બ્રિગેડના જવાનો પીડાય છે પરંતુ શિષ્ટના પાલન કરવાનું હોવાથી તેઓ કોઈ રજુઆત નહીં કરી શકતા હોવાનું પણ જણાવે છે ત્યારે ટ્રાફીક બ્રિગેડના પગારના પ્રશ્નોને દૂર કરવાની સાથે હવે પોલીસે ટ્રાફિક બ્રિગેટનાં જવાનનું ફરજ પર પ્રોત્સાહન વધારવા દર મહિને સારી કામગીરી ને લઈને પોલીસ કમિશ્નરના હસ્તે ભેટ આપવાની યોજના બનાવી છે જે ટ્રાફિક બ્રિગેડના નિરાશ જવાનોન આશા નું કિરણ બનશે ટ્રાફિક બ્રિગેડની ભરતી પ્રક્રિયાને લઈને આજથી ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે. કોરોનામાં લોકડાઉનના કારણે અનેક યુવાનો બેરોજગાર બન્યા છે જેઓ આ ભરતીમાં સ્વયમસેવક બનીને રોજગારીની તક મેળવી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ મુદ્દે ટ્રાફિક બ્રિગેડમાં 700 જવાનોની ભરતી પ્રક્રિયા

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed