ગરબા પ્રેમી ખેલૈયાઓ માટે સારા સમાચાર! રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા વાંચો…

Share with:Views 🔥 web counter

અમદાવાદ: યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા અમદાવાદ જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.  કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ, ગાંધીનગર અને  અમદાવાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સ્પર્ધામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના કલાકારો અને શાળા, સંસ્થાઓ ભાગ લઈ શકશે. જિલ્લા ગરબા હરિફાઈ સ્પર્ધમાં બહેનોની વયમર્યાદાનું ધોરણ ૧૪ થી ૩૫નું રહેશે. રાસ સ્પર્ધામાં ભાઈઓ ભાગ લઈ શકશે, જેમની વયમર્યાદાનું ધોરણ ૧૪ થી ૪૦ વર્ષનું રહેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકોએ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૭ મો માળ, રવિશંકર રાવળ કલાભવન, એલિસબ્રિજ જીમખાના, અમદાવાદ ખાતે સંપર્ક કરવો. આ અંગેની એન્ટ્રીનો નમુનો મેળવી તે રુબરુ અથવા ઈમેલ – dsoahmedabadcity001@gmail.com  પર મોકલી શકાશે.  સ્પર્ધા સમયે ઓરિજિનલ પ્રવેશપત્ર તથા આધારકાર્ડની નકલ સાથે રાખવી.
આ અંગેની એન્ટ્રી સ્વીકારવાની અંતિમ તારીખ ૧૨-૧૦-૨૦૨૧ છે.
વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, અમદાવાદ કચેરીનો સંપર્ક કરવો.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed