ભાજપ : ૮૦ સભ્યોની કારોબારી : મેનકા – વરૂણ આઉટ : સિંધિયા – મિથુન ઇન
ભાજપની નવી ટીમનું એલાન : કારોબારીમાં મોદી – શાહ – અડવાણી – મુરલી જોષી – રાજનાથ – પીયુષ ગોયલ સહિત ૮૦ સભ્યો :
૫૦ વિશેષ આમંત્રિત અને ૧૭૯ સ્થાયી આમંત્રિત સભ્યોનો પણ સમાવેશ ૧૭૯ સ્થાયી આમંત્રિતોમાં મુખ્યમંત્રી – ઉપમુખ્યમંત્રી – વિધાનસભા પક્ષના નેતા – પૂર્વ ઉપ મુખ્યમંત્રી – રાષ્ટ્રીય પ્રવકતા – પ્રદેશ પ્રભારી – સહપ્રભારી – પ્રદેશ મહામંત્રી વગેરે સામેલ
આવતા વર્ષે થનારી પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીએ તેમની નવી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ૮૦ સભ્યો સામેલ છે. જે યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુરલી મનોહર જોશીનું નામ પણ સામેલ છે. એટલું જ નહી લિસ્ટમાં લાલકૃષ્ણ અડવાણીને પણ સામેલ કરવામાં આવ્યા છે પરંતુ વરૂણ ગાંધીનું નામ નથી. ફકત વરૂણ ગાંધી નહિ પરંતુ તેમની માતા મેનકા ગાંધીને પણ કાર્યકારિણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. વિનય કટિયારને પણ તેમાંથી બહાર કરવામાં આવ્યા છે. બીજી બાજુ દોઢ વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને બીજેપી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને બંગાળ ચૂંટણી અગાઉ બીજેપીમાં સામેલ મિથુન ચક્રવર્તીને પણ તેમાં સ્થાન આપવામાં આવી છે. આ ઉપરાંત ૫૦ વિશેષ આમંત્રિત અને ૧૭૯ સ્થાયી આમંત્રિત સભ્ય પણ સામેલ છે.
કુલ ૩૦૯ સભ્યોની કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી છે તેમાં પક્ષના કેન્દ્રિય પદાધિકારી, દરેક મોરચાના અધ્યક્ષ, દરેક રાષ્ટ્રીય પ્રવકતા, દરેક મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, વિધાયક દળના નેતા, પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ ઉપ મુખ્યમંત્રી, દરેક પ્રદેશોના અધ્યક્ષ, દરેક રાજ્યોના પ્રભારી, સહપ્રભારી, રાજ્યસભા અને લોકસભા મુખ્ય સચેતક, સસદીય કાર્યાલય સચિવ સામેલ છે.
બીજેપીની નવી ટીમમાં વડાપ્રધાન મોદી સહિત ૮૦ સભ્ય તો એકઝીકયુટીવ મેમ્બર્સમાં સામેલ છે. મહત્વની વાત એ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિથુન ચક્રવર્તીને એકઝીકયુટી મેમ્બર્સ બનાવામાં આવ્યા છે. બીજી બાજુ ૧૩ સભ્યોને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે તેમાં છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહ, રાજસ્થાનના પૂર્વી સીએમ વસુંધરા રાજે, ઝારખંડના પૂર્વ સીએમ રઘુવરદાસ પણ સામેલ છે. બીજી બાજુ ૭ સભ્યોને રાષ્ટ્રીય મહાસચિવ બનાવામાં આવ્યા તેમાં કૈલાશ વિજયવર્ગીયનું નામ સામેલ છે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત, વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો સમાવેશ, ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા, નીતિન પટેલનો પણ સમાવેશ કરાયો.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં થયા હતા.
ગુજરાતના દિગ્ગજોનો સમાવેશ
ગૃહમંત્રી અમિત શાહ(સાંસદ)
પુરષોત્તમ રૂપાલા (સાંસદ)
વિજય રૂપાણી(પૂર્વ મુખ્યમંત્રી)
નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી)
સી. આર પાટિલ(સાંસદ)
મનસુખ માંડવીયા(સાંસદ)
ભારતીબેન શિયાળ(સાંસદ)
રમિલાબેન બારા(સાંસદ)
ભુપેન્દ્ર પટેલ(મુખ્યમંત્રી)