થ્રી-ડી એનિમેશનમાં સ્વામિનારાયણ રાસ’ ભાગ -૧નું ભવ્ય વિમોચન સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે થશે.

થ્રી-ડી એનિમેશનમાં સ્વામિનારાયણ રાસ’ ભાગ -૧નું ભવ્ય વિમોચન સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે થશે.

0 0
Spread the love

Read Time:6 Minute, 2 Second
Views 🔥 થ્રી-ડી એનિમેશનમાં સ્વામિનારાયણ રાસ’ ભાગ -૧નું ભવ્ય વિમોચન સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે થશે.

પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા તૈયાર કરવામાં આવેલ થ્રી-ડી એનિમેશન સ્વામિનારાયણ રાસ’માં ૭૦ થી ૭૫ સંતો-હરિભક્તોની ટીમ સતત એક વર્ષ સુધી કાર્યરત રહી હતી.

વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા કુંડળધામના પ્રણેતા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી વગેરે વરિષ્ઠ સંતોના હસ્તે ૧૫ નવેમ્બરે વડતાલધામના કાર્તિકી સમૈયમાં રાત્રે ૯ કલાકે રાસના પ્રથમ ભાગનું વિમોચન થશે.

ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે પોતાના નંદસંતો સાથે લીધેલા અલૌકિક રાસને સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામના પ્રણેતા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી થ્રી-ડી એનિમેશનમાં કંડારવામાં આવેલ છે. ૮ મિનિટ અને ૩૦ સેકન્ડના આ થ્રી-ડી એનિમેશન ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ ૧નું ભવ્ય વિમોચન તા. 15મી નવેમ્બરે વડતાલધામ ખાતે રાત્રે ૯ કલાકે દબદબાપૂર્વક કરવામાં આવશે.

પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ૭૦-૭૫ સંતો-હરિભક્તોની ટીમ દ્વારા સતત એક વર્ષથી કારેલીબાગ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા દિવ્યતા થ્રી-ડી એનિમેશન સ્ટુડિયોમાં ભગવાન શ્રીસ્વામિનારાયણના ભવ્ય રાસનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. ભગવાન અને સંતો-ભક્તો દ્વારા રમાયેલા આ રાસને આબેહૂબ કંડારવા માટે સંપ્રદાયના ૧૦૦ જેટલા વિવિધ ગ્રંથો અને સાહિત્યમાંથી સંશોધન કરી રાસને પૂરી પ્રામાણિકતા પ્રાપ્ત થાય એવી સંપૂર્ણ વિગતો પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સંતોની ખાસ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. અને સંશોધનના આધારે લગભગ કુલ ૨૨ જેટલા સ્થળોએ સ્વામિનારાયણ ભગવાને રાસ લીધેલો જણાય છે તેમાંથી આ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ – ૧માં કુલ ૬ ગામોના નવ રાસનો સમાવેશ કરાયો છે. બાકીના ગામોમાં લીધેલ રાસનો આગળના ભાગ – ૨ તથા ૩માં સમાવેશ કરાશે. ખાસ આ ‘સ્વામિનારાયણ રાસ’ની હિન્દીમાં પદરચના ગ્રંથોમાંથી મળતી વિગતો મુજબ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ જ કરી છે

આબેહુબ તૈયાર કરાયેલા થ્રી-ડી એનિમેશન સ્વામિનારાયણ રાસ’ના પ્રાથમ ભાગનું વિમોચન તા. ૧૫મી નવેમ્બરે વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વગેરે સંપ્રદાયના વરિષ્ઠ સંતોના હસ્તે કરવામાં આવશે. અને ટેક્નોલોજીના માધ્યમે ઓનલાઇનથી જોડાયેલા દેશ – વિદેશના હજારો દર્શકો પણ સ્વયં આ રાસનું એ જ સમયે વિમોચન કરી શકે એવી સુવિધા કરવામાં અવી છે.

વડતાલધામ ખાતે કાર્તિકી સમૈયામાં થનાર ભવ્ય વિમોચન પ્રસંગ લાખો હરિભક્તો માટે એક અદ્વિતીય સંભારણું બની રહેશે.

૨૦૦ વર્ષ પહેલાં શ્રીસ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો સાથે લીધેલા રાસનું આબેહુબ ચિત્રણ કરવા માટે ભગવાને તે તે સમયે કયા કયા ગામમાં કયા કયા સ્થળે કોની કોની સાથે રાસ લીધો હતો? તે ગામડાનું દૃષ્ય કેવું હતું ? વગેરેની માહિતી મેળવવા તેના સંશોધન માટે ખાસ સંતો-ભક્તોની ટીમ કામે લાગી હતી.

આ થ્રી-ડીજી એનિમેશનમાં તૈયાર થયેલ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ – ૧ની કામગીરી એક વર્ષ સુધી ચાલી હતી. એનિમેશનના રેન્ડરીંગ માટે સતત ૪ મહિના સુધી ૨૦૦ પરાંત કોમ્પ્યુટરનો ઉપયોગ કરાયો છે. આ ‘સ્વામિનારાયણ રાસ’માં ૨૩૫૦ યુનિક કેરેક્ટર્સ અને થ્રી-ડી માટે ૨,૫૦,૦૦૦ લાઈટ વપરાઈ છે. જુદા જુદા ૧૮૦૦ પ્રકારના વસ્ત્રો અને જુદા જુદા ૧૫૦ પ્રકારના દાગીનાઓનો ઉપયોગ કરાયો છે.

આ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ – ૧માં પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આપેલા સ્વર ઉપરાંત ભારતના સુપ્રસિદ્ધ ગાયકો શાન, દલેર મહેંદી, પાર્થીવ ગોહિલ, કીર્તિદાન ગઢવી, કરશન સાગઠિયા, નારાયણ ઠાકર, ગોવિંદા સરકાર, વગેરે નામચીન અર્ટીસ્ટોએ પોતાનો સુમધુર કંઠ આપ્યો છે.

રાસના આ કીર્તનનું રેકોર્ડિંગ-મિક્સિંગ મુંબઇના સુપ્રસિદ્ધ સ્ટૂડિયો યશરાજ, સેવનહેવન, ટ્રીયો, ટ્રીનિટી, એ.બી. અને શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામના ‘ટપુ’ તથા કારેલીબાગ,વડોદરાના ‘ભજન’ સ્ટુડિયોમાં કરવામાં અવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

થ્રી-ડી એનિમેશનમાં સ્વામિનારાયણ રાસ’ ભાગ -૧નું ભવ્ય વિમોચન સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે થશે.

ઠંડીમાં ઠુંઠવાતાં બાળકો જોઈ પોલીસકર્મીનું દિલ દ્રવી ઉઠ્યું : છેલ્લા ૫ વર્ષથી પગારમાંથી બચત કરી ૫૦ થી વધુ બાળકોને સ્વેટરની હૂંફ

થ્રી-ડી એનિમેશનમાં સ્વામિનારાયણ રાસ’ ભાગ -૧નું ભવ્ય વિમોચન સુપ્રસિદ્ધ વડતાલધામ ખાતે થશે.

INS વાલસુરા ખાતે મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ (MEAT) સેઇલર્સ કોર્ષની પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.