ઠંડીમાં ઠુંઠવાતાં બાળકો જોઈ પોલીસકર્મીનું દિલ દ્રવી ઉઠ્યું : છેલ્લા ૫ વર્ષથી પગારમાંથી બચત કરી ૫૦ થી વધુ બાળકોને સ્વેટરની હૂંફ

0
ઠંડીમાં ઠુંઠવાતાં બાળકો જોઈ પોલીસકર્મીનું દિલ દ્રવી ઉઠ્યું : છેલ્લા ૫ વર્ષથી પગારમાંથી બચત કરી ૫૦ થી વધુ બાળકોને સ્વેટરની હૂંફ
Views: 94
0 0
Spread the love

Read Time:1 Minute, 57 Second
Views 🔥 ઠંડીમાં ઠુંઠવાતાં બાળકો જોઈ પોલીસકર્મીનું દિલ દ્રવી ઉઠ્યું : છેલ્લા ૫ વર્ષથી પગારમાંથી બચત કરી ૫૦ થી વધુ બાળકોને સ્વેટરની હૂંફ



ક્રિષ્ના પટેલ મોડાસા.

        પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે ખાખી વરદી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વરદીની પાછળ માનવતાવાળો ચહેરો પણ છુપાયેલો હોય છે એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ વાળા લોકોએ અનુભવ્યા છે હાલ રાજ્યમાં શિયાળાનો બીલ્લી પગે પગરવ થઇ રહ્યો છે વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ પ્રજાજનો અનુભવી રહ્યા છે ત્યારે અરવલ્લી ડીવાયએસપી ઓફિસમાં ફરજ બજાવતા કિશન કુમાર રાઠોડ નામનો પોલીસકર્મી છેલ્લા ૫ વર્ષથી તેમના ફરજના વિસ્તારમાં વસવાટ કરતા
જરૂરિયાતમંદ બાળકો અને પરીવારને ઠંડીથી રક્ષણ આપવા સ્વેટરની વીતરણ કરી હૂંફ આપી રહ્યા છે
       મોડાસાના લીંભોઇ ગામના અને હાલ ડીવાયએસપી કચેરી ખાતે ફરજ બજાવતા કિશન રાઠોડ નામના પોલીસકર્મી ૫ વર્ષ ગાત્રો થીજાવતી ઠંડીમાં ફરજ દરમિયાન ઠંડીમાં ઠૂંઠવાતાં ગરીબ બાળકોને જોઈ હૃદય દ્રવી ઉઠ્યું હતું અને જરૂરિયાતમંદ બાળકો અને તેમના પરિવારોને બીજા દિવસે સ્વેટર વિતરણ કરી કર્યા પછી છેલ્લા ૫ વર્ષથી પોલીસકર્મી તેમના  પગારમાંથી બચત કરી ફરજના સ્થળ પર અને આજુબાજુના વિસ્તારમાં જરૂરિયાત મંદ બાળકો અને તેમના પરિવારોને સ્વેટરનું વિતરણ કરી સેવાની ધૂણી ધખાવી રહ્યા છે પોલીસકર્મીના આ ઉમદા કાર્યથી માનવતા મહેકી ઉઠી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed