મોડાસા પાસેના ગૌચરમાં નવજાત શિશુ ત્યજાયુ! સાર્વજનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે શિશુને હિંમતનગર ખસેડાયું

Share with:


Views 🔥 web counter

ક્રિષ્ના પટેલ મોડાસા

મોડાસાના ભવાનીપુરાકંપા અને ખુમાપુર વચ્ચે ગરનાળા પાસે નવજાત શિશુનો રડવાનો અવાજ આવતાં આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને 108 ને જાણ કરતાં ઇએમટી મનોજભાઈ અને પાયલોટ હર્ષદસિંહ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. વહેલી સવારે ગરનાળા નીચે ફૂલ જેવા નવજાત શિશુને મૂકીને કોઈ અજાણી સ્ત્રી પલાયન થઈ જતાં ચોતરફથી લોકોએ જનેતા ઉપર ફિટકાર વરસાવ્યો હતો. 108 દ્વારા બાળકને સ્થળ ઉપર સારવાર અપાયા બાદ તેને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. વહેલી સવારે પુત્રને ત્યજી દેનાર માતાની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
       નવજાત શિશુને સાર્વજનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયું છે.કાગળના બોક્ષમાં ચાદરની અંદર ગૌચરમાં તરછોડી દેનાર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed