મોડાસાનું હંગામી બસ સ્ટેશન પ્રાથમિક સુવિધાઓથી વંચિત! આધુનિક આઇકોનીક બસપોર્ટનું કામ મંથર ગતિએ ચાલતા હાલાકી

Share with:


Views 🔥 web counter

લાઈટ અને સીસીટીવીના અભાવે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું હંગામી બસ ડેપો

ક્રિષ્ના પટેલ મોડાસા

         વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૫….૬વર્ષ પહેલા આધુનિક એસ. ટી. ડેપો આઇકોનિક બસ પોર્ટ નું ભૂમિ પૂજન કરાયું હતું. જિલ્લાના પ્રજાજનોને આધુનિક સગવડો સરળતાથી મળી રહે, તે માટે ભૂમિ પૂજન કર્યું હતું. વર્ષો બાદ પણ હાલના સમયમાં મોડાસામાં આધુનિક આઇકોનિક બસપોર્ટ નું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે.અને હાલનું હંગામી બસ ડેપો સુવિધાના અભાવે મુસાફરો અગવડતા ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચોરી, અસામાજિક તત્વો નું હેરાન કરવું, હંગામી બસ- સ્ટેશન ના રસ્તા પર ખાડા-ખાબોચિયા થઈ જવાના કારણે તેમાં પાણી ભરાઈ રહે છે. જેના કારણે ગંદકી વધતા ડેન્ગ્યુ, મલેરીયા, અને અન્ય રોગો નો ઉપદ્રવ વધી રહ્યો છે. ગત રાત્રિ એ જ બસ માં બેસવા જતી મહિલા નું વીસહજાર રોકડ રકમ સહિત અન્ય અગત્ય ના ડોક્યુમેન્ટ સાથેનું પર્સ ચોરાઈ જતાં મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરંતુ મહિલાની મદદએ એસ.ટી. તંત્ર નો એક પણ અધિકારી કે ડેપો મનેજર નહિ આવતા મુસાફરો માં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આવા અનેક બનાવો અવાર-નવાર બનતા હોય છે, છતાં તંત્ર કોઇ પગલાં લેતું નથી. ડેપો એક મહિલાનું  તો બીજી તરફ સી.સી.ટી.વી. ના અભાવે બસ ડેપો અસામાજિક તત્વોનો અડ્ડો બની ચૂક્યું છે.

           પીએમ નરેન્દ્ર મોદીએ મોડાસા શહેરમાં આધુનિક બસ પોર્ટ બને તે માટે ભૂમિપૂજન કર્યું હતું.ત્યારે બસ ડેપોને શહેરના મેઘરજ રોડ પર સહકારી જીનના મેદાનમાં ખસેડવામાં આવ્યું હતું.હંગામી બસ ડેપો બનાવી દીધા બાદ તમામ એસટી સેવા અહીથી ચાલુ કરવામાં આવી છે. પણ વર્ષો વીતવા છતાં બસ પોર્ટનું કામ પૂર્ણ થયું નથી.જેના કારણે હંગામી બસ ડેપો પર કામનું લોડ વધ્યો છે. જેના કારણે હવે અસામાજિક તત્વોનો ત્રાસ બસ ડેપો ખાતે પણ જોવા મળી રહયો છે. હજારો મુસાફરો દિવસ દરમિયાન આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે સીસીટીવી અહી લગાવવામાં આવ્યા નથી.તો સુવિધાઓનો અભાવ મુસાફરોને પરેશાન કરી રહી છે. વર્ષો પહેલા હંગામી બસ ડેપો તૈયાર કરાયા બાદ અહી સમારકામ કરવામાં આવ્યું નથી જેના કારણે મસ મોટા ખાડા અહી પડી ગયા છે. ખાસ કરીને ધૂળની ડમરીઓ ઉડવામાં કારણે મુસાફરો પણ હેરાન થઈ રહ્યા છે.સીસીટીવી ના અભાવે હજારો મુસાફરો પર જોખમ જોવા મળી રહ્યું છે. કારણ કે અહી અસામાજિક લોકો પોતાનો અડ્ડો બનાવી મહિલાઓને પરેશાન કરતા હોય છે. ચોરીના બનાવો સતત અહી બનાવમાં કારણે મુસાફરો માટે બસ ડેપો અસુરક્ષિત બન્યો છે. રાત્રી દરમિયાન મુસાફરી કરતા મુસાફરો માટે બસસ્ટેશન લાઈટો ની કોઇ સુવિધા કરવામાં આવિ નથી. ગંદકી તેમજ ખાડાઓ થી પરેશાન મુસાફરો અહી ઝડપી સમારકામ કામ કરવા માગણી કરી રહ્યા છે.
બીજી તરફ કરોડોના ખર્ચે બની રહેલા બસ પોર્ટ ની કામગીરી પૂર્ણ થાય તો મુસાફરોની પ્રબળ માંગ ઉઠી રહી છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed