માવઠાના કારણે ખેડૂતો સહિત જન જીવન પરેશાન
ક્રિષ્ના પટેલ મોડાસા
હવામાન વિભાગે કરેલી આગાહીની અસર અરવલ્લી જીલ્લામાં પણ દેખાઈ રહી છે . કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. આગાહીની અસર અત્યારે પણ યથાવત છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, શામળાજી પંથકોમાં કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકમાં વારયાળી, જીરું , ચણા અને બટાકા જેવા પાકો વધારે નુકસાન થવાની ભીતિ સેવાઈ છે . ત્યારે ખેડૂતોને બટાકાના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. મોંઘા બિયરણો તેમજ મોગા ખાતરોના વાપરાશ બાદ પણ કમોસમી વરસાદના માવઠના કારણે સારું વળતર નહીં મળે જેનું નુકસાન ખેડુતોને ભોગવવાનો વારો આવ્યો છે.
અવાર નવાર કમોસમી માવઠાથી ખેતીના પાકોમાં ફુગાવો ન થાય તે માટે મોંઘી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે તેમજ વાવણી માટે કરીને મહેનત વ્યર્થ થવાના કારણે ખેડૂતો પરેશાન બન્યા તેમજ ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. જિલ્લામાં ખેતી ની સાથે સાથે કમસોમી માવઠા ની અસર જન જીવન પર પણ ફરી વળી છે. શિયાળાની ગુકાબી ઠંડી તો ખરીજ સાથે સાથે કમોસમી વરસાદના કારણે વધુ વેગે ફૂંકાતા ઠંડા પવનને કારણે બર્ફીલા પ્રદેશોમાં ઓસરતી ટાઢક અહીના લોકો અનુભવી રહ્યા છે. કમોસમી માવઠાના કારણે વાતાવરણમાં પલટો આવતા ખેતી સહિત જનજીવન પર પણ માઠી અસર પડી છે.