અમદાવાદ પૂર્વમાં વાનર હિંસક થતા સર્જાયો ભયનો માહોલ! વાનરે ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા

અમદાવાદ પૂર્વમાં વાનર હિંસક થતા સર્જાયો ભયનો માહોલ! વાનરે ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા

Share with:


અમદાવાદ પૂર્વમાં વાનર હિંસક થતા સર્જાયો ભયનો માહોલ! વાનરે ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા
Views 🔥 web counter


અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર સરસપુરમાં અચાનક વાનર હિંસક થતા અફરાતફરી સાથે સમગ્ર સરસપુર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો.  સરસપુર ડો. આંબેડકર હોલ પાસે આવેલ આચાભાઈની ચાલીમાં બાળક સહિત ત્રણ વ્યક્તિઓ પર વાનરે હિંસક હુમલો કરી  ગંભીર ઇજા પહોંચાડતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી  ઉઠ્યા.

વાનરનું ઝુંડ અવારનવાર સરસપુર વિસ્તરમાં આવી ચઢે છે. ત્યારે  ડો આંબેડકર હોલ પાસે તેમજ  આચાભાઈ ચાલી રેલ્વે સ્ટેશન પાસે, ડબ્બા બજાર વિસ્તારમાં  વાનર દ્વારા  નાગરિક અને નાના બાળકોને  કરડવા નો બનાવ હમણાં બે દિવસ પહેલા બન્યો હતો ત્યારે આજે મહાદેવના ડહેલા માં  આ વિસ્તાર ના વરિષ્ઠ અગ્રણી દિલીપ સિંહ  રાજપૂત ને  પોતાના નિવાસસ્થાને ધાબા ઉપર પક્ષીઓને દાણા નાખતા હતા તે સમયે અચાનક પાછળના ભાગથી આવેલા વાનારના ઝુંડ માંથી એક વાનરે   દિલીપ સિંહ ને પગ ના ભાગે કારડતા ગંભીર ઇજા પહોંચી ધાયલ કર્યા હતા.  દિલીપસિંહ ઘાયલ થતા તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વાનર ઝુંડનો ત્રાસ વધતા સ્થાનિકો દ્વારા એનિમલ હેલ્પલાઇન અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો સંપર્ક કરવામાં આવ્યો જેથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની એક ટીમ વાનર ને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed