અમદાવાદ: ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે અમદાવાદનું આકાશ પતંગથી છવાઈ જાય છે. જેની સીધી અસર રોજબરોજ આકાશમાં વિહરતા અબોલ પક્ષીઓ પર થતી હોય છે. ગગન વિહારનો સાચો અને પહેલો હક અબોલ પક્ષીઓનો હોય છે. પરંતુ ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેના કારણે આકાશ પક્ષીઓથી નહીં પરંતુ રંગબેરંગી પતંગથી ભરાઈ જાય છે.
પક્ષીઓનો જીવ બચાવવા પતંગ ન ઉડાડવાનો પોલીસ સાથે સંકલ્પ લેતા સ્કૂલના વિદ્યાર્થીઓ
પતંગના કારણે સૌથી વધુ નુકશાન પક્ષીઓને થાય છે. ત્યારે અબોલ પક્ષીઓના વ્હારે આવ્યા છે અમદાવાદના વિદ્યાર્થીઓ. અમદાવાદ માં ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો.
અમદાવાદના હાટકેશ્વર- ભાઈપુરા વોર્ડના ધી મધર ઈંગ્લીશ સ્કુલ, અર્ચના વિધાલય, ઉદગમ વિધાલયના ધોરણ 10 અને 12 ના વિધાઁથીઓ પક્ષીઓના બચાવ કાજે પતંગ ના ચગાવવા નો સંકલ્પ લીધો.
આ સંકલ્પ સમારંભમાં વિદ્યાર્થીઓ સાથે પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યા.
કોરોના ના નિયમો ના પાલન માટે તેમજ મકરસંક્રાંતિ પર્વમાં શહેર પોલિસ કમિશ્ર્નર ના જાહેરનામા ના અમલ માટે નગરજનો ને કરી અપીલ તેમજ સુચક બેનરો સાથે ઉતરાયણ પવઁ મા પક્ષી ઓના બચાવ અભિયાન મા જોડાયા
આ પસંગે ખોખરા પોલિસ ઈન્સપેકટર કે. એસ. ચૌધરી સહિત પોલિસ જવાનો ઓ એ હાજર રહ્યી ને વિધાઁથીઓને માહિતગાર કરી ને શહેર પોલિસ ના જાહેરનામા ના અમલ સાથે પરિજનો અને આસપાસ ના મિત્રવતુઁળમા ઉતરાયણ પર્વ સાવચેતી સાથે નિયમો ના પાલન થકી ઉજવવા પોલિસ ઈન્સપેકટરએ વિદ્યાર્થીઓને સંકલ્પબદ્ધ કરાવ્યા હતા.