ફાયર બ્રિગેડ બોલાવવી પડી…
અમદાવાદ: ૨૦/૦૫/૨૨, શુક્રવાર
કહેવાય છે કે હમેશા શોર્ટ કટ નુકશાન કરાવે છે. શહેરના ભાઈપુરા વિસ્તારમાં આવેલ ધીરજ હાઉસીંગમાં રહેતા રાજુ કોષ્ટી પણ આ કહેવત ભૂલી ગયા અને ઉતાવળમાં ને ઉતાવળમાં લાંબો રસ્તો નહીં પણ ટૂંકો રસ્તો શોર્ટ કટ લેવા ગયા અને સીધા ત્રીસ ફૂટ ખાડામાં પડ્યા.
દક્ષિણી અંડરપાસ મા ભરાતા વરસાદી પાણી ના કુવા મા શોટઁકટ મા જતા યુવક ત્રીસ ફુટ નીચે કુવા મા પડ્યો . દક્ષિણી વેપારી એસોસિએસન ના અગઁણી વેપારી ઓને આ અંગે ની જાણ થતા તેઓ એ ફાયર વિભાગમાં મદદ માંગી.
ફાયર ના જવાનોઓ એ તાકીદે આવી ને ત્રીસ ફુટ ના કુવા મા થી અજાણ્યા યુવક ને બહાર કાઢી ગંભીર હાલત મા સારવાર માટે એલ જી હોસ્પિટલ મા બચાવ અથેઁ ખસેડાયો
ખોખરા પોલિસ ની ગાડી ઘટના પર દોડી આવી જ્યારે આ કુવા મા અકસ્માતે ગરકાવ થયેલ યુવક રાજુ નામ હોવાનું ખુલ્યુ તેનો એક પગ આખો ત્રીસ ફુટ નીચે પટકાતા લટકી ગયો લોહીલુહાણ હાલત મા બહાર કાઢવામાં આવ્યો.