0
0
Read Time:54 Second
કેમિકલ ભરેલ ટેન્કર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
અકસ્માતમાં 6 ના મોત
મોડાસા:૨૩/૦૫/૨૨, શનિવાર
અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત થઈ છે. મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી.
કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોતની શક્યતા છે. જેમાં અત્યાર સુધી એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. આગના કારણે મોડાસા-નડિયાદ હાઇવે બંધ કરાયો છે. બંને તરફ 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.