સિવિલ હોસ્પિટલમાં  ૨૦૦ કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો! જાણો ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી  વિશે

સિવિલ હોસ્પિટલમાં  ૨૦૦ કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો! જાણો ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી  વિશે

0 0
Spread the love

Read Time:7 Minute, 8 Second
Views 🔥 સિવિલ હોસ્પિટલમાં  ૨૦૦ કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો! જાણો ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી  વિશે

૨૧૦ કિલો વજન ધરાવતા બોટાદના ચેતનભાઈની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક સંપન્ન

૫૦૦ ગ્રામના બાળક થી ૨૧૦ કિ.ગ્રા વજન ધરાવતા વ્યક્તિની દરેક પ્રકારની અત્યંત જટીલ અને ખર્ચાળ સર્જરી સિવિલ હોસ્પિટલમાં નિ:શુલ્ક ઉપલ્બધ બની છે:-સિવિલ સુપ્રીટેન્ડેન્ટ રાકેશ જોશી

અમદાવાદ:૧૮’૦૭’૨૦૨૨, સોમવાર
        બોટાદના ચેતનભાઈને સામાન્ય માણસની જેમ રોજિંદી ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી પારાવાર પીડાઓનો સામનો કરવો પડતો હતો, જેનું કારણ હતું ચેતનભાઇ નું અસહ્ય વજન અને સ્થૂળતા. ૨૧૦ કિલો વજન અને ૭૮ બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ધરાવતા ચેતનભાઇને દુઃખો અને પીડાઓ માંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું અમદાવાદની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગે.
          ગત અઠવાડિયે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડૉ. આર આર પટેલના વડપણ હેઠળ,  સર્જરી વિભાગના ડૉ.પ્રશાંત મહેતા, ડૉ.રાકેશ મકવાણા, ડૉ.વિક્રમ મેહતા અને એનેસ્થેટીસ્ટસની ટીમ દ્વારા ઓબેસિટી બેરિયાટ્રિક(મીની ગેસ્ટ્રિક બાયપાસ)ની સફળ સર્જરી કરવામાં આવી. એક અઠવાડિયાની પોસ્ટ ઓપરેટિવ કેર પછી આજે ચેતનભાઇ ડિસ્ચાર્જ માટે તૈયાર છે. આ જટિલ સર્જરી બાદ હવે ચેતનભાઈ જીવના જોખમમાંથી મુક્ત બન્યા છે અને પોતાની રોજિંદી જીવનચર્યા તેઓ ઘણી સરળતાથી કરી શકશે જે બદલ તેઓ સસ્મિત સિવિલ હોસ્પિટલ નો આભાર વ્યક્ત કરે છે.

     સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જનરલ સર્જરી વિભાગના નેજા હેઠળ વર્ષ ૨૦૧૭ થી બેરિયાટ્રિક સર્જરી શરૂ કરવામાં આવી હતી.  ડો.રાકેશ જોષી અને ડો.આર.આર.પટેલના નેતૃત્વ હેઠળ સિવિલ હોસ્પિટલ આજે ૫૦૦ ગ્રામના બાળકથી લઈને ૨૧૦ કિગ્રા સુધીના દર્દીઓનું સંચાલન કરી રહી છે. મેદસ્વી દર્દીઓને આજે સિવિલમાં તદ્દન ઓછા ખર્ચે બેરિયાટ્રિક સર્જરી માટેની શરૂઆત થી અંત સુધીની તમામ સારવાર અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. સર્જરી વિભાગની ટીમે ૮ જેટલી  બેરિયાટ્રિક સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે.

   જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ૪૦ કે તેથી વધુ હોય અથવા જેઓનો બોડી માસ ઇન્ડેક્ષ (BMI) ૩૫ કે તેથી વધુ હોય અને ઓછામાં ઓછી એક અથવા વધુ સ્થૂળતા-સંબંધિત સહ બિમારીઓ (જેવી કે ટાઇપ 2 ડાયાબિટીસ (T2DM), હાયપરટેન્શન, સ્લીપ એપનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓ, નોન-આલ્કોહોલિક ફેટી લીવર , અસ્થિ-વા, લિપિડ એબનોર્માલિટી, જઠરના રોગો  અથવા હૃદયરોગ) થી પીડિત હોય અથવા લાંબા સમયગાળા માટે વજન ઘટાડવા પ્રયત્નશીલ હોવા છતાં વજન ઘટાડો હાંસલ કરવામાં અસમર્થ હોય તેવા દર્દીઓને બેરિયાટ્રિક સર્જરીની જરૂર પડતી હોય છે.

          સિવિલ હોસ્પિટલમાં આવા ઓપરેશન બાદ દર્દીઓને શ્વસન વ્યવસ્થાપન માટે પ્રોફાયલેકટિક ICU એડમિશન, ડાયટેશિયન દ્વારા સાવચેત અને સતત પોષણ મૂલ્યાંકન, બોડી ઇમેજ કન્ડીશનીંગ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ આપવામાં આવે છે, જેના લીધે દર્દી સફળતા પૂર્વક ડિસ્ચાર્જ મેળવીને ખુશીથી ઘરે જઈ શકે છે.

   ચેતનભાઈ જેવા વધુને વધુ સ્થૂળતા પીડિત દર્દીઓ સિવિલ હોસ્પિટલની  સેવાઓનો લાભ મેળવીને જોખમરૂપ સ્થૂળતામાંથી છુટકારો મેળવી શકે તે માટે સિવિલ હોસ્પિટલની ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી વિભાગની ટીમ પ્રતિબદ્ધતા સેવે છે.

ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી પહેલા અને સર્જરી દરમિયાન  ઉદભવતા પડકારો :-

– વધુ વજનને લીધે દર્દીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ શિફ્ટ કરવાની મુશ્કેલીઓ
–  ઓપરેશન પહેલા અનેસ્થેસિયા આપવા માટે અને ઓપરેશન દરમિયાન દર્દીને સુવડાવવા માટે વજન સહી શકે તેવા બેડની જરૂરિયાત

– લેપ્રોસ્કોપી માટે અલાયદા સાધનોની આવશ્યકતા, વધારે લંબાઈ વાળા શરીરમાં ચરબીના થરને ભેદી શકે તે પ્રમાણેના લેપરોસ્કોપી સાધનોની જરૂરિયાત રહે છે.
–  દર્દીના એકસ- રે કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે
–  વધારે વજન ધરાવતા દર્દીઓમાં ૧૦-૧૨ ઇંચ લંબાઈનું ચરબીનું થર તેમજ પેટની દિવાલનું વજન ૩૦-૪૦ કિલો જેટલું હોવાથી સર્જરી અતિશય કઠિન બની રહે છે.
–  સામાન્ય સર્જરી દરમિયાન કાર્બન ડાયોક્સાઈડનું પ્રેશર ૧૦-૧૨ જેટલું જરૂરી હોય, જ્યારે આવી સર્જરી માટે ૨૦ થી ૨૫ જેટલું પ્રેશર જરૂરી બને છે.
– દર્દીના હાથ પગનું વજન ઘણું વધારે હોવાથી ઓપરેશન દરમિયાન હાથપગના હલનચલન કરાવવામાં પડતી તકલીફો
– – ઓપરેશન બાદ દર્દીને શિફ્ટિંગ કરવામાં, IV ફ્લુઇડ આપવામાં, કસરતો કરાવવામાં પડતી મુશ્કેલીઓ
– સામાન્ય ઓપરેશન કરતા બમણા સ્ટાફની ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ દેખરેખ અને કસરત માટે જરૂરિયાત
– દર્દી માટે અલગથી સ્ટ્રેચર, ટ્રોલી વગેરેની વ્યવસ્થા કરવી પડે છે.
– ઓપરેશન દરમિયાન દર્દીની શારીરિક ગતિવિધિઓનું સતત બરિકાઇપૂર્વક નિરીક્ષણ કરતા રહેવું પડે છે.

ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરીથી દર્દીને થતાં ફાયદાઓ:-

– સતત વજનમાં થઈ રહેલા વધારાથી મુક્તિ મળે છે.
– હાર્ટ એટેક અને હાયપટેન્શન જેવી જીવલેણ બીમારીઓની શક્યતાઓ નહિવત્ થઈ જાય.
– – હલનચલન અને રોજિંદી ક્રિયાઓ કરવામાં સરળતા રહે.
– સાંધાનો ઘસારો ઘટી જાય, જેથી દર્દીને ઉઠવા બેસવામાં અને અન્ય ક્રિયાઓમાં સુલભતા રહે.
– – જીવનું જોખમ ટળે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

અમદાવાદમાં ૧૪૦૦થી વધુ ભૂલકાઓ બન્યા ચિત્રકાર!  સોળે ખીલેલી કળા રંગબેરંગી દુનિયામાં બાળકોએ પોતાના વિચારો ચિત્ર દ્વારા રજૂ કર્યા

અમદાવાદમાં ૧૪૦૦થી વધુ ભૂલકાઓ બન્યા ચિત્રકાર!  સોળે ખીલેલી કળા રંગબેરંગી દુનિયામાં બાળકોએ પોતાના વિચારો ચિત્ર દ્વારા રજૂ કર્યા

સિવિલ હોસ્પિટલમાં  ૨૦૦ કિલો વજન ધરાવતા દર્દીની ઓબેસિટી સર્જરીનો પ્રથમ કિસ્સો! જાણો ઓબેસિટી બેરિયાટ્રિક સર્જરી  વિશે

સૌરાષ્ટ્રના જીલ્લાઓમાંથી ૧૦૦ કરતા વધુ ગેરકાયદેસર હથિયારોના કારોબારનો પર્દાફાશ કરતી ગુજરાત ATS

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.