શહેરની ૩૦થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓના અનોખા ચિત્રનો પટ સર્જાયો
રોકડ ઇનામ અને મેડલ થયા એનાયત
અમદાવાદ: ૧૭’૦૭’૨૦૨૨, રવિવાર
શહેરના અસારવા વિસ્તારમાં આવેલ ખંડુંભાઈ દેસાઈ હોલ આજે અમદાવાદના નવોદિત ચિત્રકારોનો સાક્ષી બન્યો. શહેરની નામી અનામી ૩૦થી વધુ શાળાઓના ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ આજે એક મંચ પર રંગબેરંગી ચિત્રો દ્વારા પોતાના ભાવ પ્રગટ કર્યા.
નવ રંગ સૌ સંગ
ચિત્ર સ્પર્ધામાં ભાગ લેધેલ ૧૪૦૦ વિદ્યાર્થીઓમાં કોઈએ કોરોના સામે રક્ષણ, તો કોઈએ શ્રાવણના મહિમા સાથે શિવ, તો વળી કોઈકે કુદરતના રંગોને પોતાના કોરા કાગળ પર ઉતર્યા. ધોરણ ૧થી ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરતા વિધદ્યાર્થીઓની ચિત્રકલા ને બહાર લાવવા માટે અસારવા વિસ્તારમાં અનોખો ઉત્સવ મનાવવામાં આવ્યો.
ચિત્ર સ્પર્ધાની શરૂઆત ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી. જ્યાં ગુજરાત કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર, દીપકભાઈ બાબરીયા, નિરવભાઈ બક્ષી, જૈનીબેન ઠુમર સહિત એન.એસ.યુ.આઈના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી પણ હાજર રહ્યા.
ચિત્ર સ્પર્ધા બાદ આયોજક ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વેલફેર મેમ્બર વિપુલ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે બાળકોની ખૂબીઓ બહાર લાવવા માટે આ એક નાનકડો પ્રયોગ હતો જેમાં બાળકોની કળા ચિત્રના માધ્યમથી બહાર આવી છે. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને મેડલ આપવામાં આવ્યા છે. જ્યારે આવનારા દિવસોમાં મોટા પાયે આવા પ્રકારના કાર્યક્રમનું આયોજન થશે જેમાં નવોદિત ચિત્રકારો મળે અને વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવશે.