ગુજરાત ખાખીને દાગ લગાડતો વધુ એક કિસ્સો, મહિલા બુટલેગર પાસેથી પીએસઆઈ પૈસા માંગી રહ્યા હોવાનો કથિત ઓડિયો વાયરલ એસીબી મા ફરીયાદ

ગુજરાત ખાખીને દાગ લગાડતો વધુ એક કિસ્સો, મહિલા બુટલેગર પાસેથી પીએસઆઈ પૈસા માંગી રહ્યા હોવાનો કથિત ઓડિયો વાયરલ એસીબી મા ફરીયાદ

0 0
Spread the love

Read Time:6 Minute, 24 Second

ગુજરાત ખાખીને દાગ લગાડતો વધુ એક કિસ્સો, મહિલા બુટલેગર પાસેથી પીએસઆઈ પૈસા માંગી રહ્યા હોવાનો કથિત ઓડિયો વાયરલ એસીબી મા ફરીયાદ

                      
                                   
                                       
                                         
                           

View 🔥 web counter




ગુજરાત ખાખીને દાગ લગાડતો વધુ એક કિસ્સો, મહિલા બુટલેગર પાસેથી પીએસઆઈ પૈસા માંગી રહ્યા હોવાનો કથિત ઓડિયો વાયરલ એસીબી મા ફરીયાદ

   રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
            ગુજરાત પોલીસને જાણે ગ્રહણ લાગ્યો હોય તેમ અમુક લાંચિયા અને બીન જવાબદાર પોલીસકર્મીઓના પાપના ભોગે  અવારનવાર કોઈને કોઈ ઘટનામાં બદનામ થવાનો સિલસિલો યથાવત છે. ક્યારેક તો પોલીસ માસ્કના મુદ્દે ઘર્ષણ કરી લોકો સાથે હાથાપાઈ કરવા ઉતરી પડી છે.તો ક્યાંક દારૂ વેચતા બુટલેગરો સાથે સાંઠગાંઠ કરી રાતોરાત રૂપિયા કમાઈ લેવાની લાહ્યમાં લાંચિયા બની બેઠા છે. અમુક પોલીસકર્મીઓની ભુલના કારણે હાલ સમગ્ર પોલીસને બદનામ થવાનો વારો આવ્યો છે.

           અગાઉ વટવા જીઆઈડીસી અને હાલ મણિનગર પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એસ. એસ. ગોસ્વામી અને એક મહિલા બુટલેગર નો કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં મહિલા પીએસઆઈ એસ. એસ. ગોસ્વામી એક મહિલા બુટલેગર મીનાક્ષી રાઠોડ પાસેથી રૂપિયા 5 હજાર માટે રકઝક કરી રહ્યા છે. આ ઓડિયો વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. કારણકે અગાઉ પણ એક મહિલા પીએસઆઈ સ્વેતા જાડેજાને  રૂપિયા 35 લાખ રૂપિયાના તોડકાંડ મા સસ્પેન્ડ કરવામાં આવતા ગુજરાત પોલીસમા હડકંપ મચી ગયું હતું.

બુટલેગર અને પીએસઆઇ નો ટેલિફોનિક સંવાદ

            તમને વિગતવાર જણાવી દઈએ કે મહિલા પીએસઆઈ ગોસ્વામી હાલ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. અગાઉ આ મહિલા પીએસઆઈ અમદાવાદનાં વટવા જીઆઈડીસી ખાતે ફરજ બજાવતા હતા તે દકરમ્યાન ત્યાંના મહિલા બુટલેગર મીનાક્ષીબેન રાઠોડના સંપર્કમાં આવ્યા હતા. જે તે સમયે બુટલેગર મીનાક્ષી રાઠોડને દારૂ વેચવા વટવા જીઆઈડીસી પોલીસે માર્ગ મોકળો કરી આપ્યો હોય ત્યાંના વહીવટદાર મહેન્દ્રસિંહ, રાજભા અને મહિલા  પીએસઆઈ એસ. એસ. ગોસ્વામી મહિલા બુટલેગરના સીધા સંપર્કમાં હતા.જેના લીધે આ ઓડીયો ક્લિપમા બુટલેગર પાસે મહિલા પીએસઆઈ પૈસાની માંગણી કરી રહ્યા છે. આ સંદર્ભમાં મહિલા બુટલેગર મીનાક્ષી રાઠોડ઼ે અમદાવાદ એસીબીમા પીએસઆઈ ગોસ્વામી, વહીવટદાર મહેન્દ્રસિંહ, અને રાજભા નામના પોલીસકર્મીઓ સામે લેખિતમાં ફરીયાદ આપી છે.

            ઉલ્લેખનિય છે કે વટવા જીઆઈડીસી વિસ્તાર ખાતે દેશી દારૂનો ધંધો કરતી મહિલા  બુટલેગર મીનાક્ષી રાઠોડ ખુબજ માથાભારે હોવાની છાપ ધરાવે છે. બુટલેગર મહિલા સામે 7 થી વધારે સમય પાસા કરવામાં આવી છે. તથા પીએસઆઈ એસ. એસ. ગોસ્વામીએ  6 મહિના અગાઉ પોલીસ સાથે માથાકૂટ કરવા બાબતે મહિલા બુટલેગર મીનાક્ષી રાઠોડ સામે કલમ 332 અને 188  મુજબ ગુનો દાખલ કર્યો હતો. હવે વિચારવા જેવી બાબત એ છે કે જયારે પીએસઆઈ ગોસ્વામી વટવા જીઆઈડીસી ખાતે ફરજ બજાવતા હતા ત્યારે બુટલેગરે તેમની વિરૃદ્ધ એસીબીમા ફરીયાદ કેમ ના કરી. જયારે હવે પીએસઆઈ ગોસ્વામી  છેલ્લા 7 મહિના થી મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે તો હવે 7 મહિના પછી કેમ મહિલા બુટલેગરે પીએસઆઈ ગોસ્વામી સામે ફરીયાદ નોંધાવી છે  એ ખરેખર તપાસનો વિષય છે.

      હવે આ ઘટનામાં પોલીસ તપાસમા જે ખુલશે કે ઘટશે પણ ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ પણે બંધ કરવાની જે વાતો થાય છે તેની પોલ આ કથિત ઓડિયોમા ખુલી ગઈ છે. અને હા કદાચ પીએસઆઈ આ ઘટનામાં કસૂરવાર સાબિત થશે તો તેની સામે પોલીસતંત્ર ચોક્કસ કોઈ કાર્યવાહી કરશે જે એક યોગ્ય બાબત છે. પરંતુ ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂ વેચવું ખરીદવું કે સંગ્રહ કરી રાખવો ગુનો છે. તો પછી આ મહિલા બુટલેગર કે જે પોતે ઓડિયો કલીપમાં પૈસા આપવાની વાત કરે છે અને દારૂનો ધંધો પણ કરે છે, તો પછી આ મહિલા બુટલેગર સામે પણ ચોક્કસ પગલા લેવા જોઈએ જેથી આગળ કોઈપણ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે બુટલેગર સાંઠગાંઠ કરતા કે હપ્તા આપતા પહેલા કાયદા થી ડરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

Live

વટવા GIDC ના psi અને  વહીવટદારો ઉપર લાગ્યા લાંચના આરોપ,”પૂર્વ વહીવટદાર કિરપાલસિંહે મહિલા બુટલેગરને ધમકી આપતા પોલીસ વડાને ફરીયાદ કરાઈ!

વટવા GIDC ના psi અને વહીવટદારો ઉપર લાગ્યા લાંચના આરોપ,”પૂર્વ વહીવટદાર કિરપાલસિંહે મહિલા બુટલેગરને ધમકી આપતા પોલીસ વડાને ફરીયાદ કરાઈ!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.