વટવા GIDC ના psi અને વહીવટદારો ઉપર લાગ્યા લાંચના આરોપ,”પૂર્વ વહીવટદાર કિરપાલસિંહે મહિલા બુટલેગરને ધમકી આપતા પોલીસ વડાને ફરીયાદ કરાઈ!

0
વટવા GIDC ના psi અને  વહીવટદારો ઉપર લાગ્યા લાંચના આરોપ,”પૂર્વ વહીવટદાર કિરપાલસિંહે મહિલા બુટલેગરને ધમકી આપતા પોલીસ વડાને ફરીયાદ કરાઈ!
Views: 79
0 0
Spread the love

Read Time:5 Minute, 12 Second


Views: 🔥 web counter

  

વટવા GIDC ના psi અને  વહીવટદારો ઉપર લાગ્યા લાંચના આરોપ,”પૂર્વ વહીવટદાર કિરપાલસિંહે મહિલા બુટલેગરને ધમકી આપતા પોલીસ વડાને ફરીયાદ કરાઈ!

રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)

અગાઉ વટવા GIDC અને હાલમા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા psi એસ. એસ. ગોસ્વામીનો મહિલા બુટલેગર પાસેથી પૈસા માંગતો ઓડિયો કલીપ વાયરલ થતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. Psi ગોસ્વામીને જાણે કાયદા કે નિયમ લાગુ પડતા ના હોય તેમ મહિલા બુટલેગર પાસેથી હપ્તાખોરી આચારવાનો ઓડિયો કલીપ વહેતો થયો છે. આ ઘટના થી પોલીસ ની શાખને ફરી એક વખત ઝાટકો વાગ્યો છે. વિનોબાભાવે નગરમા રહેતી અને દેશીદારૂનો ધંધો કરતી માથાભારે મહિલા બુટલેગર મીનાક્ષી રાઠોડે Psi ગોસ્વામી અને વટવા GIDC ના વહીવટદાર મહેન્દ્રસિંહ અને રાજભા નામના પોલીસકર્મીયોની બળજબરીપૂર્વક હપ્તાખોરી અને હેરાનગતિના કારણે કંટાળી જઈ તમામ વિરુદ્ધ ACB બ્યુરોમા લેખિત અરજી આપી હતી.

મહિલા બુટલેગર દ્વારા ACB બ્યુરોમા આપેલી અરજી અને psi ગોસ્વામી દ્વારા રૂપિયા માંગતી ઓડિયો કલીપ મીડિયામા વાયુવેગે પ્રસરી જતા ભ્રષ્ટ પોલીસ કર્મીઓના કારનામા ઉજાગર થયા હતા. એકતરફ કેટલાક સંગઠનો વર્તમાન રાજ્યસરકારનો વિરોધ કરી ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવા દિવસરાત એક કરી રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્યની સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ હોવાનો દાવો કરે છે. જેમાં ખુદ ગુજરાત પોલીસ દ્વારા કરોડો રૂપિયાનો દેશી-વિદેશી દારૂ ઝડપી પાડી રાજ્ય સરકારના દારૂબંધીના ખોખળા દાવાની પોલ ખોલી નાખી છે.

નવાઈ તો ત્યાં થાય છે કે દારૂબંધી નો કડક અમલ કરાવવા સરકારે જેને બિડો સોંપ્યો છે તે પોલીસ પણ બુટલેગરો સાથે સાંઠગાંઠ કરતી જોવા મળી છે. તો કેટલાક ભ્રષ્ટ પોલીસ તો ખુદ પોલીસના હાથે બુટલેગર બની દારૂ સાથે ઝડપાયા છે. આવા બનતા બનાવો ના લીધે પોલીસતંત્રને અવારનવાર શરમજનક સ્થિતિમા મુકાવવું પડ્યું છે. જોકે હાલમાં ગુજરાત પોલીસ ને કેટલાક લાંચિયા પોલીસકર્મિયોએ વધારે બદનામ કર્યુ છે.આવાજ એક બનાવમાં અમદાવાદનાં વટવા GIDC ખાતે દારૂનો ધંધો કરતી મહિલાએ psi અને વહીવટદારો ઉપર હપ્તાખોરી કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

આ સંદર્ભમાં મહિલા બુટલેગર દ્વારા ACB બ્યુરોમાં psi ગોસ્વામી, વહીવટદાર મહેન્દ્રસિંહ અને રાજભા વિરુદ્ધ ફરીયાદ કરતા આ મામલો મીડિયામા ચાલી જતા ઉચ્ચઅધિકારીયોનો ધ્યાન દોરાયો હતો.સમગ્ર બાબતે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ગંભીરતા દાખવતા તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.આ પ્રકરણની તપાસ સેક્ટર 2 ગૌતમ પરમારનાં માર્ગદર્શન અને સૂચનામાં ડીસીપી ઝોન 6 એ.એમ. મુનિયા કરશે.

ઉલ્લેખનિય છે કે આ સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બનતા psi ગોસ્વામી અને વહીવટદારોના કારનામા ઉજાગર થયા હતા. ત્યારબાદ તારીખ 18/1/2021 ના રોજ રાત્રે 9:30 વાગે મહિલા બુટલેગર મીનાક્ષી રાઠોડના મોબાઈલ ઉપર પૂર્વ વહીવટદાર કિરપાલસિંહે વોટ્સએપ કોલ કરી ધમકી આપી હતી. કે મીનાબેન આ ખોટુ કર્યુ છે,મજા નહી આવે,તમારું હવે પછી ધ્યાન રાખજે,જેથી મહિલા બુટલેગર ઘબરાઈ ગયા હતા અને આ મામલે તેમણે તાત્કાલિક ગુજરાતનાં વડા ડીજીપી આશિષ ભાટિયા ને લેખિત અરજી કરી છે.

આ અરજીમાં મહિલા બુટલેગરે વહીવટદાર કિરપાલસિંહ સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. અને વિનંતિ કરી છે કે અમે ભ્રષ્ટ અને લાંચિયા પોલીસના કાળા કારનામા વિરુદ્ધ ACB બ્યુરોમા અરજી કરી છે તો વટવા GIDC પોલીસ મારા કે મારા પરીવાર ઉપર ખોટા કેસ ના કરે તેની તકેદારી રાખજો. અને કસૂરવાર psi ગોસ્વામી વહીવટદાર મહેન્દ્રસિંહ, રાજભા અને કિરપાલસિંહ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મહેરબાની કરશો.

            

       

       

    

           

  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *