જો બાળકોને ટોમેટોનો ફ્લૂ હોય તો તેમને ૭ દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવા જોઇએ
રોગની ગંભીર અસરો હજુ દેખાતી નથી !
કેરળના કોલ્લમ જિલ્લામાં ક્લૂનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો
કોરોના વાયરસ અને મંકીપોક્સ વાયરસ પછી હવે ટોમેટો ફ્લૂનું જોખમ વધી ગયું છે. ભારતમાં ટોમેટો ફ્લૂના ૮૦ સંભવિત કેસ નોંધાયા છે, જ્યાં બાળકોના શરીર પર પીડાદાયક કોલ્લાઓ દેખાય છે. ટોમેટો ફ્લૂનું નામ આખા શરીરમાં થતા લાલ અને પીડાદાયક ફોલ્લાઓ પરથી રાખવામાં આવ્યું છે, જે ધીમે ધીમે ટોમેટોના કદ જેટલું મોટું થાય છે. ટોમેટોના ફ્લૂને કારણે ત્વચા પર કોલ્લીઓ પણ દેખાય છે, જેના કારણે દર્દીઓ ત્વચામાં બળતરાની ફરિયાદ કરે છે.
લક્ષણોમાં થાક, ઉબકા, ઉલટી, ઝાડા, તાવ, ડિહાઇડ્રેશન, સાંધામાં સોજો, શરીરમાં દુખાવો અને સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. ડૉક્ટરોએ ફોલ્લીઓને મંકીપોક્સ અને તાવના લક્ષણોને ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને હાથ, પગ અને મોંના રોગ સાથે સરખાવ્યા છે. સંશોધકો હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ લક્ષણો શરીર પર કયા કારણોસર દેખાય છે. અત્યાર સુધીમાં આરોગ્ય અધિકારીઓએ મે અને જુલાઇ ૨૦૨૨ વચ્ચે ૮૨ કેસ નોંધ્યા છે, જે તમામ પાંચ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ છે. કેરળના કોલ્લમ જિલ્લામાં ટોમેટો ફ્લૂનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો, ત્યારબાદ તે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. ટોમેટો ફ્લૂના અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ રોગ ગંભીર છે અથવા જીવલેણ છે, અને બાળકોને સામાન્ય સારવાર – પેરાસીટામોલ, આરામ અને પુષ્કળ પ્રવાહી સાથે સારવાર આપવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, જ્યારે લક્ષણો દેખાય ત્યારે બાળકોને સાત વિસ માટે ક્વોરેન્ટાઇન કરવું જોઈએ. આ ફ્લૂ પુખ્ત વયના લોકોને પણ સંક્રમિત કરી શકે છે.