મહાકાળીની પ્રેરણા થકી પ્રેરણાના મહાકાળી મંદિર ઉત્સવનો રંગ!
સતત 28 વર્ષથી આસ્થાનું કેન્દ્ર
આસ્થા, અનુશાસન અને અનુકમ્પા સાથે દર વર્ષે આસો સુદ બીજ મહાકાળી મંદિરનો અનુસ્વાદ
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને સંપ ત્યાં જમ્પ, આ કહેવત સાર્થક થઈ. અમદાવાદ રખિયાલ વિસ્તારમાં આવેલ પ્રેરણા સોસાયટીની આ વાત છે. 1996ની સાલમાં 14મી ઓકટોબર આસો સુદ બીજના દિવસે. વર્ષોથી પરંપરાગત નવરાત્રી અને આંઠમની પૂજા જે નાની અમથી દેરી પર કરવામાં આવતી હતી. પણ કોણ જાણે કોના કોઠે માતાજી આવ્યા અને અચાનક વિચાર સાથે મુકેશ અમીન, પ્રવીણ પરમાર, મહેશ પ્રિયદર્શી, પીનાકિન પરમાર, કલ્પેશ બેંકર, સહિતના મિત્રોએ એટલે કે પ્રેરણા ઉતકર્ષ મંડળે મન મક્કમ બનાવી નક્કી કર્યું કે મહાકાળી માતાજીનું મંદિર મોટું બનાવીએ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરીએ….
જાણે મહાકાળી માતાજીની ઈચ્છા આ પ્રેરણા સોસાયટીના યુવકોને આશીર્વાદ રૂપે મળી અને ત્યાર બાદ ગણતરીના દિવસો માજ લોકફાળાથી આસો સુદ બીજના દિવસે તારીખ 14/10/1996 ના રોજ મહાકાળી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી શરૂ થયો.
માત્ર 15 વર્ષની ઉંમરે માતાજીની સેવા સાથે મંદિરની મોટી જવાબદારી બાપુ માટે એક અનોખી શક્તિ
જયશ્રી મહાકાળી મંદિરની સ્થાપના તો થઈ ગઈ પણ ત્યાર બાદ માતાજીની રોજીંદી સેવા અને પૂજા માટે ચોક્કસ સમય અને સેવા કોણ આપશે તે પ્રશ્ન ઉભો થતા. માત્ર 15 વર્ષની ઉંમરે જયેશ પરમારે માતાજીની સેવા કરવાની જવાબદારી સ્વીકારી અને જયેશ પરમાર બન્યા સંજય બાપુ. સંજય બાપુએ મહાકાળી મંદિરની સવાર સાંજની આરતી અને પૂજા સાથે મંદિરની દેખરેખ સતત 28 વર્ષ સુધી કરી અને આવનારા વર્ષો વરસ પણ કરશે તેવી જાણે નેમ વ્યક્ત કરી છે. સંજય બાપુએ જણાવ્યું કે 15 વર્ષની ઉંમરે માતાજીની સેવાની જવાબદારી એ માતાજીના આશીર્વાદ હતા. અને આ આશીર્વાદ અવિરત રહેશે તેવો માતાજી ઉપર શ્રદ્ધા છે. ક્યારેક સોસાયટીમાં કોઈક મૃત્યુ થાય તો મૃતકના માન અને શ્રદ્ધાંજલી રૂપે માતજીની આરતી અને પૂજા ખૂબ સાદગીથઈ થાય ત્યારે સંજયબાપુ માતાજીને પ્રાર્થના કરતા કે કોઈના ઘરે અપમૃત્યુ ના થાય અને માતાજી સોસાયટીના તમામ રહેવાસીઓને દિર્ગઆયુષ્ય આપે.
આસો સુદ બીજની આરતી પૂજા અને મહાપ્રસાદનો લાહવો
સતત 28 વર્ષથી પ્રેરણા સોસાયટીમાં દર વર્ષે આસો સુદ બીજના દિવસે માતાજીની ધજા સમગ્ર વિસ્તારના લોકોના દર્શનાર્થે વાજતે ગાજતે ફેરવવી. અને ત્યારબાદ મોટા યજ્ઞનું આયોજન સમગ્ર સોસાયટીના રહેવાસીઓ દ્વારા યજ્ઞમાં આહુતિ આપવી અને શ્રીફળ હોમવું. અને સમી સાંજે આસો સુદ બીજની મહાઆરતી જેમાં પ્રેરણા સોસાયટીના વર્તમાન અને ભૂતપૂર્વ રહેવાસીઓ સહ પરિવાર મહાકાળી માતાજીની મહા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન..
મહાકાળી મંદિરનો મહાપ્રસાદ એટલે જાણે માં અનુપૂર્ણાંના સાક્ષાત દર્શન
દર વર્ષે આસો સુદ બીજની સાંજે મહાકાળી મંદિરની મહાઆરતી બાદ મહાપ્રસાદના આયોજનમાં પ્રેરણા સોસાયટીના તમામ રહેવાસીઓ, કુવાસીઓ પોતાના પરિવાર સાથે આવે સાથે સાથે નાનપણની બહેનપણીઓ સાથે મિલાપનું આયોજન જાણે આ બહેન દીકરીઓના આશીર્વાદ થકી આસો સુદ બીજનો અવસર પ્રેરણા સોસાયટી માટે તહેવાર બન્યો છે જેની ઉજવણી અવિરત રહેશે તેવી શ્રદ્ધા સાથે મહાકાળી માતાજીને પ્રાર્થના.