Read Time:1 Minute, 14 Second
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જેને લઇને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે, ઇમરાન ખેડવાલાની માગ પૂરી કરવામાં આવે. જે સાથે પાછળથી રજૂ કરાયેલા બે ફોર્મ અને મેન્ડન્ટ પરત ખેંચવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. જોકે, ઇમરાન ખેડાવાલાના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને બહેરામપુરામાં ટિકિટ ફાળવણીને લઈ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા નારાજ થયા છે, જેને પગલે ખેડાવાલાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળીને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
Views 🔥